ઇડરની કન્સલ્ટીંગ એકેડમી માં ત્રણ કર્મચારીઓ ૧.૬૦૦૦૦ ની લાંચ લેતા A C Bના હથ્થે ચઢ્યા

*એ.સી.બી.સફળ ટ્રેપ*

 કન્સ્લ્ટીંગએકેડમી મા કામ કરતા એક મહીલા સહીત અન્ય બે કર્મચારીઓ ૧.૬૦૦૦૦ ની લાંચ  લેતા પકડાયા

*ફરિયાદી:*

એક જાગૃત નાગરીક

*આરોપી*:

(૧) કમલેશકુમાર ગીરધરભાઇ પટેલ ઉં.વ. ૩૭, ધંધો-પ્રાઇવેટ શૈક્ષણીક વ્યવસાય, રહે. સાબલવાડ તા. ઇડર જી. સાબરકાંઠા

(૨) કાજલ દિપકભાઇ ત્રિવેદી

ઉ.વ. ૨૦, ધંધો-પ્રાઇવેટ નોકરી ઓફીસ આસીસ્ટન્ટ રહે. લાલપુર (બડોલી) તા.ઇડર, જી.સાબરકાંઠા

(૩) ઇશુ પ્રકાશભાઇ પટેલ

ઉ.વ. ૨૪, ધંધો-પ્રાઇવેટ નોકરી ઓફીસ આસીસ્ટન્ટ રહે. કાવા

તા. ઇડર જી. સાબરકાંઠા

 

*લાંચની માંગણીની રકમ :*

રૂ. ૧,૬૦,૦૦૦/-

 

*લાંચની સ્વીકારેલ રકમ :*

રૂ. ૧,૬૦,૦૦૦/-

 

*લાંચની પરત મેળવેલ રકમ:*

રૂ. ૧,૬૦,૦૦૦/-

 

 

તા.૨૩/૦૮/૨૦૨૪

શ્રી કન્સ્લ્ટીંગ એકેડેમી,

અંબિકા કોમ્પ્લેક્ષ,

તા.ઇડર જી.સાબરકાંઠા

આ કામે હકિકત એવી છે કે, ફરિયાદીશ્રીએ ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલ તથા ધોરણ ૬ પછી અભ્યાસ છોડી દીધેલ હોય તેવા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય મુકત વિદ્યાલયી શિક્ષા સંસ્થાન, નોઇડા (NIOS) મારફતે પરીક્ષા આપીને ડીગ્રી મેળવી શકે તે હેતુથી ૨૨ વિદ્યાર્થીઓના ઓનલાઇન પરીક્ષા ફોર્મ ભરી આક્ષેપિત નં.૧ ની સંચાલિત શાળાઓમાં પરીક્ષા આપેલી. આ કામના આક્ષેપિત નં.૧ નાઓએ પરીક્ષા કેન્દ્રમાં બેસનાર વિદ્યાર્થીઓને પાસ કરવી આપવા ઓનલાઇન ફી સિવાય કોઇ રકમ લેવાની ન હોવા છતાં ગેરકાયદેસર રીતે અવેજ પેટે ફરીયાદી પાસે રૂ.૧,૬૦,૦૦૦/- લાંચની માગણી કરેલ. જે લાંચ ની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરેલ અને આજરોજ લાંચના છટકા દરમ્યાન આરોપી નં ૧ એ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી આક્ષેપિત નં.૧ વતી ઇડર ખાતેની પોતાની ઓફીસમાં કામ કરતા આક્ષેપિત નં.૨ તથા ૩ દ્વારા લાંચની રકમ સ્વીકારી ત્રણેય આક્ષેપિતો પકડાઇ ગયેલ છે.

ટ્રેપીંગ અધિકારી:*

શ્રીમતી ટી. એમ. પટેલ,

I/C પોલીસ ઈન્સ્પેક્ટર,

અરવલ્લી એ.સી.બી. પો.સ્ટે.

સુપરવિઝન અધિકારી :*

શ્રી એ. કે. પરમાર,

મદદનીશ નિયામક,

ગાંધીનગર એ.સી.બી. એકમ

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score