ખેડબ્રહ્મા તાલુકા તલાટી મંડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને રજૂઆત કરવામાં આવી.
તા.29 8 2024 ને ગુરૂવારના રોજ ખેડબ્રહ્મા તલાટી કમ મંત્રીમંડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર પણ આપવામાં આવ્યુ છે આવેદનની બાબતે સરકાર તરફથી નિયત ના થયેલા અને ગેર બંધારણીય નિયત નમુના વગરના તેમજ ગ્રામ પંચાયત અને તલાટી કમ મંત્રીની સત્તા બહારના તેમજ કાર્યક્ષેત્રમાં આવતા ન હોય તેવા દાખલાઓ ફોર્મ યોજનાકીય ફોર્મ ઉપર સહયોગ વિગેરે બંધ કરવા બાબત.
ઉપરોક્ત બાબતે જેમકે ગ્રામ પંચાયતને લગતા ન હોય તેવા કુવાબોરમાં પૂરતા પ્રમાણમાં પાણી અંગેનો દાખલો, એક સર્વે નંબરથી બીજા સર્વે નંબરમાં પીએફ માટે નો દાખલો, યુજીવીસીએલ તરફથી વીજ જોડાણ માટે ગામતળ અને માલિકી માટે મંગાવવામાં આવતા દાખલા, વીજ જોડાણ મેળવવા ગ્રામ પંચાયતના ના વાંધા પ્રમાણપત્ર, ચતુર્દ દિશા નો દાખલો, રહી સંગે નો દાખલો, અલગ અલગ નામની વ્યક્તિ એક જ હોવા અંગેનો દાખલો, લગ્ન પ્રમાણપત્રમાં પતિ પત્નીના ફોટા સર્ટીફીકેટમાં લગાવી આપવા બાબત, ગામની વસ્તી અંગેનો દાખલો, એક સ્થળથી બીજા સ્થળ વચ્ચેના અંતર અંગે નો દાખલો, ચોક્કસ હેતુથી જમીન ઉપર હેતુફેર ઉપયોગ અને વીજ જોડાણ અંગેનો દાખલો, જન્મ મરણ રજીસ્ટરમાં નોંધાયા ન હોય તેવા બાબતે પંચરોજ કામ, વ્યક્તિને હયાતી અંગેનો દાખલો, વ્યક્તિની ઉંમર અંગેનો દાખલો, પશુ હેરફેર અંગે નો દાખલો, માલિકીની જગ્યામાંથી વૃક્ષો કાપવા બાબતનો દાખલો, સંયુક્ત ભાગીદારોનું સરકારશ્રીની કોઈપણ યોજનામાં સંમતિપત્રનો ફોર્મ અને પંચરોજ કામ, ખેડૂત પુત્ર કે પુત્રી હોવા અંગેનો દાખલો, ઢોર ની કિંમત કોટેશન અંગેનો દાખલો, અપરણીત અથવા તો ની સંતાન હોવા અંગેનો દાખલો., મકાન મિલકત કેટલા વર્ષ જૂના છે તે અંગે નો દાખલો, કોઈપણ સહાય અગાઉ મેળવેલ નથી તે અંગે નો દાખલો, જાતિનો દાખલો ડોમીસાઈલ સર્ટીફીકેટ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ebc સર્ટિફિકેટ ઈ ડબલ્યુ એસ સર્ટિફિકેટ વાપરવા લાયક હોવા અંગેનો દાખલો, જમીન ધારણ કરતા હોવા અંગેનો દાખલો મિલકત જુના ગામતળમાં આવેલી હોવા અંગેનો દાખલો, પીએમ કિસાન યોજના ફોર્મ માં તલાટી કમ મંત્રીના સહી સિક્કા, પંડિત દિનદયાલ આવાસ યોજનામાં ત્રીજા હપ્તાહમાં તલાટીની સિક્કા, સાબરકાંઠા બેંક બરોડા ગ્રામીણ બેંક તથા અન્ય બેંકોના મરણના કિસ્સામાં સાક્ષીની સહી બાબત અંગેની સ્પષ્ટતા બાબત તથા વારસાઈ ઠરાવ બાબત એક બાળક છે તે બાબતે ના દાખલા, બાગાયતી પાકો તથા ગોડાઉનના વિવિધ પ્રકારના દાખલા..
વિગેરે પ્રકાર ના દાખલ આપવામાંથી તલાટી કમ મંત્રીશ્રી ને મુક્તિ આપવા માટે ખેડબ્રહ્મા તાલુકા તલાટી મંડળ દ્વારા તાલુકા વિકાસ અધિકારી શ્રી ને રજૂઆત કરવામાં આવી.