આજરોજ તા ૧૫/૯/૨૦૨૪ નેં રવિવારના રોજ તલોદ તાલુકાના વાવ ગામે થી અંબાજી પગપાળા ચાલીને નીકળેલ સંઘ માં દુર્ગા ના મુળ સ્થાનક નાના અંબાજી ખેડબ્રહ્મા મંદિર ના પટાંગણમાં આવી પહોંચ્યો હતો
અને ગરબા ની રમઝટ બોલાવી હતી અને આશરે ૧૧૦ નીં સંખ્યામાં ગરબે ઘૂમવા લાગ્યા હતા
અને માં જગદંબા નેં નવલી નવરાત્રી મહોત્સવ દરમિયાન વાવ ગામે ગરબા રમવા માટે શીશ નમાવી કાલાવાલા કર્યા હતા અને માં જગદંબા ના પટાંગણમાં તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી કોદરભાઈ એલ પટેલ ના ખાસ મિત્ર ખેડબ્રહ્મા પંથકમાં ફરજ બજાવતા P I D R PATHARIYA અને P S I. A V JOCI સાહેબ શ્રી ના હસ્તે માં જગદંબા નીં આરતી ઉતારી પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો અને અહીંયા થી નાચતા કુદતા જગત જનની મા અંબાના ચરણોમાં શીશ નમાવવા ભાદરવા ના ધોમધખતા તડકાથી તપી રહેલા માર્ગે મોટા અંબાજી પગપાળા સંઘ નું પ્રયાણ કર્યું હતું છેલ્લા ૪૦ વર્ષ થી સતત દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં જવાનું પહેલા થી જ નક્કી કરવામાં આવેલ છે અને દર વર્ષે પગપાળા સંઘ માં ચિન્તીત કોદરભાઈ એલ પટેલ હરહંમેશ નવયુવાન મિત્રો સાથે બેસીને જ પ્રસાદ લ્યેતા હોય છે