આજરોજ ભાદરવી પૂનમ નિમિત્તે જિલ્લા કલેક્ટરશ્રી , વિકાસ અધિકારીશ્રી,તથા પોલીસ અધીક્ષક શ્રીઓના વરદ હસ્તે અન્ય અધિકારીશ્રીઓની ઉપસ્થિતિ માં પોલીસ પરિવારની ધ્વજાનું અંબિકા માતાજી મંદિર, ખેડબ્રહ્માના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું અને સૌની સુરક્ષા અને સલામતી માટે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસે ખેડબ્રહ્મા મંદિરે ધજા ચડાવી
ખેડબ્રહ્મા ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમના મેળામાં સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ પહેલીવાર ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર પર ધજા ચડાવી હતી તેમની સાથે દરવર્ષની જેમ સાબરકાંઠા પોલીસ વિભાગ ડીજે ના તાલે ખેડબ્રહ્મા માં અંબાને ધજા ચડાવી હતી જેમાં પોલીસ સ્ટાફ ગરબે ઘૂમ્યો હતો કલેક્ટર, ડીડીઓ, પ્રાંત અધિકારી, એસ.પી. ડીવાય એસ પી સહિત સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ ઘ્વારા ધજા ચડાવી સાબરકાંઠા જિલ્લામા સુખ શાંતિ બની રહે તે માટે પ્રાર્થના કરી હતી પ્રાર્થના કરવામાં આવી હતી