ગુજરાત ભરમા મીની અંબાજી તરીકે ઓળખાતા ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમા પ્રક્ષાલન વિધિ યોજાઈ
ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે ભાદરવી પૂનમ પર માતાજીને નવરાત્રીનું આમંત્રણ આપવા મોટી સંખ્યામાં લોકો આવ્યા બાદ મંગળવારે આસો નવરાત્રી નિમિત્તે મંદિરની પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી જેને લઇ મંદિર સવારે આરતી કાર્યાબાદ સવારે 8.30 થી સાંજના 6 કલાક સુધી ભક્તો માટે બંધ કરવામાં આવ્યું હતું મંદિરમાં બ્રાહ્મણો અને કર્મચારીઓ ઘ્વારા માતાજીનની સવારીઓ અને પૂજાના સાધનોની સાફ સફાઈ કરવમાં આવી હતી.
મંદિર બંધ હોવના કારણે ભક્તોએ બહાર દરવાજા પર શીશ ઝુકાવી દર્શન કર્યા હતા
Author: Najar News
Post Views: 69