ટી આર બિ 🤫જવાન 🤔₹200 ની લાંચ લેતા ઝડપાયો

*એ.સી.બી ની સફળ ડીકોય*  

 

*ડીકોયર*: એક જાગૃત નાગરીક 

 

*આરોપી*: વિશાલ સુરેશભાઇ પટણી, ઉ.વ.૩૦, નોકરી- ટી.આર.બી, એચ ટ્રાફિક પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર. 

૨૭/૦૯/૨૦૨૪ 

 

*લાંચની માંગણીની રકમ*: 

રૂ.૨૦૦/- 

*લાંચની સ્વીકારેલ રકમ* : 

રૂ.૨૦૦/- 

*લાંચની રીકવર કરેલ રકમ* : 

રૂ.૨૦૦/- 

રખીયાલ ચાર રસ્તા ટ્રાફિક પોઇન્ટ, પાસે રખીયાલ, અમદાવાદ. 

 આ કામે હકીકત એવી છે કે, અમદાવાદ શહેર તથા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવતા જતા વાહનોને પોલીસ તથા હોમગાર્ડ તથા ટી.આર.બી ના માણસો વાહનો રોકી લાઈસન્સ, પી.યુ.સી., રોંગ સાઇડ, નો-પાર્કિંગ, ઓવર લોડીંગ વિગેરે જુદા જુદા બહાના હેઠળ વાહન ચાલકો પાસેથી મેમો નહીં આપવા બદલ રૂ.૧૦૦/- થી રૂ.૩૦૦૦/- સુધીની લાંચની માંગણી કરતા હોય તેવી ચોક્કસ માહિતી મળેલ. જે આધારે આજરોજ ડીકોયરશ્રીનો સહકાર મેળવી સદર માહિતી સબંધે ડીકોયરને સાથે રાખી, ડીકોયની શક્યતાઓ તપાસતા, રખીયાલ ચાર રસ્તા ટ્રાફિક પોઇન્ટ, રખીયાલ અમદાવાદ ખાતે આરોપીએ ડીકોયરનુ લોડીંગ વાહન ઉભુ રખાવી ડીકોયરને મેમો ન ફાડવાના બદલામાં ડીકોયર સાથે લાંચ અંગેની હેતુલક્ષી વાતચીત કરી રૂ.૨૦૦/- ની લાંચની માંગણી કરી, રૂ.૨૦૦/- લાંચની રકમ સ્વીકારી લાંચના ડીકોય છટકા દરમ્યાન પકડાઇ ગયેલ છે. 

ટ્રેપિંગ અધિકારી*: 

શ્રી ડી.એન.પટેલ, પો.ઇન્સ. 

અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે.

તથા એ.સી.બી. સ્ટાફ  

સુપર વિઝન અધિકારી* : 

શ્રી કે.બી. ચુડાસમા, 

મદદનિશ નિયામક, 

એ.સી.બી. અમદાવાદ એકમ, 

અમદાવાદ.

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score