ખરેખર પકડાયા છે 🤔 31000 ની લાંચ લેતા અધિક મદદનીશ ઇજનેર (વર્ગ-૩), અને અન્ય એક કરાર આધારીત કર્મી વિરુદ્ધ તાલુકા પંચાયત કચેરીએ થઈ એ સી બી

*એ.સી.બી ની સફળ ટ્રેપ* 

 

*ફરીયાદી*

એક જાગૃત નાગરીક

  

*આરોપી* 

(૧) કીર્તિકુમાર રાજેશભાઈ , હોદ્દો-અધિક મદદનીશ ઇજનેર (વર્ગ-૩), નોકરી- તાલુકા પંચાયત કચેરી પોશીના, તાલુકો પોશીના, જિલ્લો સાબરકાંઠા

(૨) જીગર કુમાર નટવરભાઈ પટેલ (કરાર આધારીત)ટેકનિકલ આસિસ્ટન્ટ તાલુકા પંચાયત કચેરી પોશીના જિલ્લો સાબરકાંઠા 

 

*ટ્રેપની તારીખ*

૨૩/૧૦/૨૦૨૪

 

*લાંચની માંગણીની રકમ:* 

રૂ.૩૧,૦૦૦/-

 

*લાંચની સ્વીકારેલ રકમ* : 

રૂ.૩૧,૦૦૦/-

 

*લાંચની રીકવર કરેલ રકમ* : 

રૂ.૩૧,૦૦૦/-

 

*ટ્રેપનુ સ્થળ* : 

તાલુકા પંચાયત કચેરી પોશીના, તા. પોશીના, જી. સાબરકાંઠા

         આ કામના ફરીયાદીશ્રીનાઓ એ સને.૨૦૧૭ થી ૨૦૨૧ સુધીમાં પોશીના વિસ્તારમાં સરકારશ્રીની વિવિઘ વિકાસના કામો કરેલ જે કામોની ડીપોઝીટ ૨,૫૦,૦૦૦/- જમા હતી જે નાણા પરત મેળવવા સારુ આ કામના ફરિયાદીએ આ કામ કરનારા આરોપી (૧) તથા આરોપી (૨) ના ને મળી રજુઆત કરતા આ કામના આરોપીનાઓએ ફરિયાદીના કાયદેસર કામ કરી આપવાની અવેજ પેટે ના ૨,૫૦,૦૦૦/- ડીપોઝીટ ના નાણા પરત આપવા રૂ.૩૧,૦૦૦/- ની ગેરકાયદેસર રીતે લાંચની માગણી કરેલ.

                  જે લાંચના નાણા ફરિયાદી આપવા માગતા ના હોય, ફરીયાદીએ બનાસકાંઠા એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરિયાદીની ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી નં.૦૨ નાઓએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી બન્ને આરોપીઓ પકડાઇ જઇ ગુનો કર્યા બાબત..

ટ્રેપિંગ અધિકારી* : 

શ્રી એન. એચ. મોર,

પોલીસ ઇન્સ્પેકટર,

બનાસકાંઠા એ.સી.બી. પો.સ્ટે., પાલનપુર. 

 

*સુપરવિઝન અધિકારી* : 

શ્રી કે. એચ. ગોહિલ, 

મદદનિશ નિયામક, 

એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ.

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score