લો બોલો 🤭 તલાટી કમ મંત્રી અને સરપંચ 50000 હજાર ની લાંચ લેતા ઝડપાયા

એ.સી.બી ની સફળ ટ્રેપ 

  ફરીયાદી

એક જાગૃત નાગરીક ની ફરીયાદ ના આધારે

  આરોપી 

(૧) વિમલભાઇ સુંદરજીભાઇ ચંદ્રોલા હોદ્દો- તલાટી કમ મંત્રી (વર્ગ-૩), નોકરી- ઘુટુ ગામ મોરબી 

(૨) દેવજીભાઇ હરખાભાઇ પરેચા (પ્રજાજન)ઘુટુ ગામના સરપંચશ્રીના પતી રહે.જનકપુર સોસાયટી ઘુટુ ગામ તા.જી.મોરબી 

 

આ ટ્રેપની થયા ની તારીખ

૨૫/૧૦/૨૦૨૪

લાંચની માંગણીની રકમ: 

રૂ.૫૦,૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ : 

રૂ.૫૦,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ : 

રૂ.૫૦,૦૦૦/-

 આ ટ્રેપનુ સ્થળ : 

ઘુટુ ગ્રામ પંચાયતની કચેરી તા. જી.મોરબી 

     

આ કામ ની ટુંકી વિગત : 

                 આ કામના ફરીયાદીશ્રીની મોરબી તાલુકાના ઘુંટુ ગામે બીનખેતી થયેલ પ્લોટ આશરે ૪ વિધા ની જગ્યામાં લાકડાની પ્લેટ બનાવવાનુ યુનિટ ઉભુ કરવાનુ હોય જેથી આ જગ્યા ઉપર બાંધકામ કરવા માટે ઘુંટુ ગ્રામ પંચાયત પાસે મંજુરી મેળવવા માટે કાર્યવાહી કરતા આ કામના તલાટી કમ મંત્રી તથા ઘુટુ ગામના સરપંચના પતી બન્નેએ બાંધકામની મંજુરી આપવાની અવેજ પેટે ફરિયાદી પાસે રૂ.૫૦,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ.

                  જે લાંચના નાણા ફરિયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ મોરબી એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરિયાદીશ્રીની ફરિયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના બન્ને આરોપીઓ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી આરોપી નં.૦૧નાએ લાંચની રકમ સ્વીકારી બન્ને આરોપીઓ એકબીજાને મદદગારી કરી સ્થળ ઉપરથી પકડાઇ જઇ ગુનો કર્યા બાબત..

 

ટ્રેપિંગ અધિકારી : 

શ્રી એમ.એમ.લાલીવાલા,

પોલીસ ઇન્સ્પેકટર,

મોરબી એ.સી.બી. પો.સ્ટે., 

 

સુપરવિઝન અધિકારી : 

શ્રી કે. એચ. ગોહિલ, 

ઈ.ચા મદદનિશ નિયામક, 

એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ.

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score