14000 લાંચ લેતા એ.સી.બી ના હથ્થે ઝડપાઇ ગયા આ અધિકારી

*એ.સી.બી ની સફળ ટ્રેપ* 

  

 *ફરીયાદી*

એક જાગૃત નાગરીક

  

 *આરોપી* 

કમલેશકુમાર અમૃતલાલ પટેલ, હોદ્દો- ઇન્ચાર્જ આચાર્ય, એસ.એમ ખમાર ગર્લ્સ હાઈસ્કૂલ, તા.કડી જી.મહેસાણા

 

 *ટ્રેપની તારીખ*

૧૧/૧૧/૨૦૨૪

 

 *લાંચની માંગણીની રકમ:* 

રૂ. ૧૪,૦૦૦/- 

 

 *લાંચની સ્વીકારેલ રકમ* : 

રૂ. ૧૪,૦૦૦/-

 

 *લાંચની રીકવર કરેલ રકમ* : 

રૂ. ૧૪,૦૦૦/-

 

 *ટ્રેપનુ સ્થળ* : 

છત્રાલ ચાર રસ્તા તા.કલોલ જી.ગાંધીનગર

     

 *ટુંક વિગત* : 

આ કામે હકીકત એવી છે કે, આ કામના ફરીયાદીશ્રી નાઓની સ્વૈચ્છીક નિવૃત્તિ બાદ પેન્શન કેસ બનાવવા, જી.પી.એફ, સાતમા પગારપંચનું એરિયર્સ બીલ બનાવવા તેમજ મોઘવારી તફાવત અને રજાઓનું રોકડ રૂપાંતર બીલ બનાવવા તેમજ જી.પી.એફ સ્લીપો લાવી આપવા માટે આરોપીએ ફરીયાદી પાસે કુલ રૂ.૧૪,૦૦૦/ની લાંચની માગણી કરેલ. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માગતા ના હોય, ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા, લાંચનુ છટકુ ગોઠવતા,આરોપી લાંચના છટકા દરમ્યાન સ્થળ ઉપર હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ સ્વીકારતા પકડાઇ જઇ ગુનો કર્યા બાબત..

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score