સફળ ટ્રેપ (ટોલ ફ્રી-૧૦૬૪)
ફરિયાદી :
એક જાગૃત નાગરીક ની ફરીયાદ ના આધારે
આરોપી
(૧) સુરેશભાઇ રત્નાજી કટારા હોદ્દો. જીલ્લા મેનેજર (વર્ગ-૩) ચાર્જ
(૨) જગદીશભાઇ અમૃતભાઇ પરમાર, કોમ્પ્યુટર ઓપરેટર,
બંને નોકરી ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશન, બહુમાળી ભવન, હિંમતનગર જી.સાબરકાંઠા
લાંચની માંગણીની રકમ :
રૂ. ૫૦૦૦ /-
લાંચની સ્વીકારેલ રકમ :
રૂ. ૫૦૦૦/-
લાંચની પરત મેળવેલ રકમ:
રૂ. ૫૦૦૦/-
ટ્રેપની તારીખ :
તા.૧૨/૧૧/૨૦૨૪
ટ્રેપનું સ્થળ:
ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશન, બહુમાળી ભવન, હિંમતનગર જી.સાબરકાંઠા
ટુંક વિગત :
આ કામના ફરિયાદીશ્રીને ગુજરાત સરકારના અનુસુચિત જાતિ વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા આર્થિક વિકાસ માટેની સ્વરોજગાર યોજનામાં પશુપાલનનો વ્યવસાય કરવા સારૂ રુ. ૨ લાખની લોન મંજુર કરવામાં આવેલ. જે લોન મંજુર થતાં આ કામના ફરીયાદીએ હિંમતનગર અનુસુચિત જાતિ વિકાસ નિગમની કચેરી ખાતે સદર મંજૂર લોન આપવા માટે ઉપરોક્ત આક્ષેપિતોએ જરૂરી દસ્તાવેજી કાગળો રજુ કરવા તેમજ સદર કામગીરીના અવેજ પેટે બંને આક્ષેપિતો દ્વારા રૂ. ૫૦૦૦/- લાંચની માગણી કરેલ. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરેલ અને આજરોજ લાંચના છટકા દરમ્યાન આરોપી નં.૨ એ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયેલ અને આરોપી નં. ૧ હાજર મળી આવેલ નથી.