પોલસ કોન્સ્ટેબલ સહીત અન્ય એક આરોપી ૫૦૦૦૦ હજાર ની લાંચ લેતા પકડાયા 

એ.સી.બી. એ કરી સફળ ટ્રેપ એક જાગૃત નાગરીક ની ફરીયાદ ના આધારે

કોન્સ્ટેબલ  સહીત અન્ય એક આરોપી પકડાયો 

 આરોપી  ઓ

 ૧) અ. હે.કો વિરભદ્રસિંહ પદમસિંહ જેતાવત, 

     નિલમબાગ પોલીસ સ્ટેશન , ભાવનગર .

 ૨) જિતેન્દ્ર અરવિંદભાઇ દવે ( પ્રજાજન ) 

      રહે.વડવા ચોરા , ભાવનગર .

     ગુન્હો બન્યા તા . ૨૦/૧૧/૨૪

બનાવનુ સ્થળ : નિલમબાગ સર્કલ , ભાવનગર 

લાંચની માંગણીની રકમઃ- રૂ.૫૦,૦૦૦/- લાંચ સ્વીકારેલ રકમઃ-રૂ.૫૦,૦૦૦/-

 રીકવર કરેલ રકમઃ- ૫૦,૦૦૦/- 

                         આ ટુંક વિગત આ કામનાં ફરીયાદી વિરુદ્ધ માં ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશન માં તેમના મોટા બહેને અરજી થયેલ હતી , તે અરજી અન્વયે આરોપી નંબર -૧ ફરીયાદી ને જવાબ લખાવવા માટે બોલાવતા હતા 

    તે દરમ્યાન ફરીયાદી ને તેમના બહેન સાથે સમાધાન થઇ ગયેલ હતું , તેમ છતાં આરોપી નં-૧ ફરીયાદી ને ગુનો દાખલ કરવા ની ધમકી આપી પોલીસ સ્ટેશને તાત્કાલીક બોલાવતા હતા , અને કોઇ હેરાનગતી નહી કરવા નાં બદલા માં ફરિયાદી પાસે થી રૂ.૭૦,૦૦૦/- વ્યવહાર પેટે લેવાનું નક્કી થયેલ હતું .

     તે પૈકી રૂ.૨૦,૦૦૦/- ફરીયાદી એ પોતાના ભાઇ મારફતે “ ગુગલ પે “ થી આરોપી નં-૧ ને આપી દીધેલ હતા , અને બાકી નાં રૂ.૫૦,૦૦૦/- માટે આરોપી નં-૨ સતત ઉઘરાણી કરતાં હતા , જેથી નાછુટકે ફરીયાદી એ આજ રોજ આપી દેવાનો વાયદો કરેલ હતો . 

    પરંતુ ફરીયાદી લાંચનાં નાણાં આપવા માંગતા ના હોઇ એસીબી નો સંપર્ક કરી ફરીયાદ આપતા , આજરોજ લાંચનાં છટકાનું આયોજન કરવામાં આવેલ, આ લાંચનાં છટકા દરમ્યાન આરોપી નં-૧ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ ની માંગણી કરી , સ્વીકારી રંગેહાથ પકડાઇ ગયેલ છે . 

ટ્રેપીંગ ઓફીસરઃ

શ્રી એસ.એન.બારોટ

પો.ઇન્સ. એ.સી.બી.

ફિલ્ડ ૩ ( ઇન્ટે.)

અમદાવાદ. 

સુપરવિઝન ઓફીસરઃ

શ્રી એ. વી. પટેલ

મદદનીશ નિયામક, 

એ.સી.બી. ફિલ્ડ ૩ ( ઇન્ટે.), 

અમદાવાદ.

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score