છેલ્લા છ માસ થી નાસતા ફરતા આરોપીને પકડવામા ખેરોજ પોલીસ ને સફળતા મળી

ખેરોજ પોલીસ સ્ટેશનના ગુન્હામા છેલ્લા છ માસથી નાસતા-ફરતા આરોપીને

પકડી પાડતી ખેરોજ પોલીસ ટીમ

નાયબ પોલીસ મહાનિરીક્ષક સા. વિરેન્દ્રસિંહ યાદવ  ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક, સાબરકાંઠા વિજય પટેલ  નાઓની સુચનાથી નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ સુચના કરેલ હોઈ જે સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહીલ  ઇડર વિભાગ ઇડર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ અમો ડી.એન.સાધુ પોલીસ ઇન્સપેક્ટર ખેરોજ પોલીસ સ્ટેશન આ દિશામા સતત કાર્યશીલ

 

જે દરમ્યાન આજરોજ અમો ડી.એન.સાધુ પોલીસ ઇન્સપેક્ટર તથા સાથેના પોલીસ સ્ટાફ નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીમા હતા તે દરમ્યાન સાથેના પો.કો વિરેન્દ્રકુમાર અમ્રુતભાઈ બ.ન-૫૪૨ નાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે ખેરોજ પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ.ર.નંબર- ૧૧૨૦૯૦૦૩૨૪૦૨૧૮/૨૦૨૪ ધી આર્મ્સ એકટ-૧૯૫૯ ની કલમ-૨૫(૧-બી)એ,૨૯ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસતો-ફરતો આરોપી શોએબખાન શમશેરખાન પઠાણ ઉ.વ.૨૬ રહે.કોટડા છાવણી સી.આઈ.ડી ઓફીસની બાજુમા તા.કોટડા છાવણી જી.ઉદેપુર (રાજસ્થાન) વાળો પકડવાનો બાકી હોય અને જે કોટડાગઢી તરફ થી એક ઇક્કો ગાડીમાં બેસી લાંબડીયા તરફ આવે છે અને જેણે શરીરે આછા પીળા કલરનું ચોકડી વાળુ શર્ટ પહેરેલ છે. તથા કમરે આછા કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે. જે હકીકત આધારે લાંબડીયા ખાતે માલવાસ ત્રણ રસ્તા ખાતે વાહન ચેકીંગ કરતા હતા તે દરમ્યાન એક ઇક્કો ગાડી આવતા જેને ઉભી રખાવી ચેક કરતા ઉપરોક્ત વર્ણનવાળો ઇસમ ગાડીમા બેઠેલ મળી આવતા જેને ગાડીમાંથી નિચે ઉતારી નામડામ પુછતા તેણે પોતાનું નામ શોએબખાન શમશેરખાન પઠાણ ઉ.વ.૨૬ રહે.કોટડા છાવણી સી.આઈ.ડી ઓફીસની બાજુમા તા.કોટડા છાવણી જી.ઉદેપુર (રાજસ્થાન) નો હોવાનુ જણાવતો હોય અને તેને પુછપરછ કરતાં ઉપરોકત ગુન્હામાં સામેલ હોવાની કબુલાત કરતો હોય લાંબડીયા થી ખેરોજ પોલીસ સ્ટેશન ખાતે લાવી અટક કરી આગળની ઘટીત કાર્યવાહી કરવામા આવેલ છે

 

આમ, નાસતા ફરતા આરોપીને પકડવામા ખેરોજ પોલીસ ને સફળતા મળેલ છે.

 

શ્રી ડી.એન.સાધુ પોલીસ ઇન્સપેક્ટર ખેરોજ પોલીસ સ્ટેશન પો.કો રાજુભાઈ લુમ્બાભાઈ બ.નં-૮૨૪

પો.કો વિરદ્રભાઈ અમ્રુતભાઈ બ.ન-૫૪૨

 પો.કો.નરેશભાઈ લાડુભાઈ બ.નં-૬૭૮

પો.કો મયંકકુમાર કાન્તીભાઈ બ.ન-૭૫૧

 પો.કો કમલ રણજીતભાઈ બ.ન-૨૮૫

Najar News
Author: Najar News

Leave a Reply

Advertisement
Live Cricket Score