ખેડબ્રહ્મા કોર્ટમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સાદી કેદ અને અંકે રૂપિયા પાંચ લાખ પુરાનો દંડ ફટકારવામાં આવ્યો
મુ.વેડા કંપા, પો.ગાજીપુર, તા.વડાલીના જંયતિભાઈ લાલજીભાઈ પટેલનાઓને મુ.પો.ખેડાસણ કંપા, તા.વિજયનગરના છગનભાઈ લાલજીભાઈ પટેલનાઓ સાથે સારા ઘરેલું સબંધો હોવાથી ફરીયાદી છગનભાઈ લાલજીભાઈ પટેલ પાસેથી આરોપી જંયતિભાઈ લાલજીભાઈ પટેલનાઓએ રૂા.૫,૦૦,૦૦૦/- હાથ ઉછીના લીધેલ અને સદર હાથ ઉછીની રકમ પેટે આરોપી જંયતિભાઈ લાલજીભાઈ પટેલનાઓએ તેઓના કાયદેસરના દેવાના અવેજ પેટે બેંક ઓફ બરોડા,વડાલી શાખાનો, તા. ૧૮/૦૧/૨૦૨૨ ના રોજનો આરોપીના ખાતાનો ચેક નં.૦૦૦૦૧૦ નો આરોપી જંયતિભાઈ લાલજીભાઈ પટેલએ રૂા.૫,૦૦,૦૦૦/- અંકે રૂપિયા પાંચ લાખ પુરાની રકમનો ચેક આપેલ. સદર ચેક ફરીયાદી છગનભાઈ લાલજીભાઈ પટેલએ બેંકના ખાતામાં ભરતા આરોપી જંયતિભાઈ લાલજીભાઈ પટેલના ખાતામાં ચેકની રકમ જેટલું જરૂરી ભંડોળ ન હોઈ સદર ચેક સ્વિકારાયા વગર પરત ફર્યો હતો. જેથી ફરીયાદી છગનભાઈ લાલજીભાઈ પટેલનાઓએ આરોપી જંયતિભાઈ લાલજીભાઈ પટેલનાઓ વિરૂધ્ધ ખેડબ્રહ્મા કોર્ટમાં ફોજદારી કેસ નં.૮૨/૨૦૨૨ થી ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબની ચેક રીટર્નની ફરીયાદ દાખલ કરી હતી. જે કેસ ખેડબ્રહ્માના એડિશનલ ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટ (શ્રી કે.સી.મંઘાણી) સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરીયાદીના વકીલશ્રી વિરલ કે.વોરાની દલીલોને નામદાર કોર્ટે ગ્રાહય રાખી આ કેસમાં આરોપી જંયતિભાઈ લાલજીભાઈ પટેલને કસુરવાર ઠરાવી (૨) બે વર્ષની સાદી કેદ અને પાંચ લાખ રૂપિયા દંડ ચુકવવવાનો હુકમ કર્યો છે અને આરોપી દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ ૪ (ચાર) માસની કેદની સજા ભોગવવાનો પણ હુકમ કર્યો છે.
તો બીજી તરફ ચેક આપી પૈસા લેતા લોકો મા પણ ફફડાટ જોવા મલી રહ્યો છે