આજરોજ સાબરકાંઠા જિલ્લા ખાતે નવનિયુક્ત પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ નું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યુ હતુ તેમજ જિલ્લા પોલીસ વડા તરીકે વિધિવત ચાર્જ આજરોજ સંભાળવામાં આવ્યો હતો
ત્યારબાદ નવનિયુક્ત પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા ગુજરાત ભરમાં મીની અંબાજી તરીકે ઓળખાતા અંબિકા માતાજી મંદિરે માતાજીના ચરણોમાં શીશ નમાવી અને જિલ્લા વાસીઓ માટે સુખ શાંતિ બની રહે તેવી પ્રાર્થના કરી હતી અને માતાજીના મંદિરે ધજા અર્પણ કરી પરત ફરતા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ની મુલાકાત કરી હતી ખેડબ્રહ્મા પોલીસ પી આઈ ડી એન સાધુ અને સ્ટાફ દ્વારા સ્વાગત કરાયુ હતુ
Post Views: 3



