એ.સી.બી.એ કરી સફળ ડીકોય
ફરીયાદી સ.ત. જે.આર.ગામીત પોલીસ ઇન્સ્પેક્ટર વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે.
ડીકોયર એક જાગૃત નાગરિક
આરોપી: અનિલ ઓમકાર કૌશલ, ઉ.વ.૩૦, હોદ્દો- ડેપ્યુટી ચીફ ટિકીટ ઇન્સ્પેક્ટર, વર્ગ-૩, 

નોકરી- ડિવીઝન રેલ મેનેજર કચેરી, રતલામ, (મધ્ય પ્રદેશ).
ગુનો બન્યા ની તા.૨૮/૦૮/૨૦૨૫
લાંચની માંગણીની રકમ રૂ.૨૦૦ /-
લાંચ સ્વીકારેલ રકમ રૂ.૨૦૦ /-
લાંચની રીકવર કરેલ રકમ રૂ.૨૦૦ /-
ગુનાની ટુંક વિગત
આ કામે આધારભૂત માહિતી મળેલ કે, સુરત થી મુંબઇ તરફ જતી ટ્રેનોમાં મુસાફરો નવસારી, બીલીમોરા, વલસાડ અને વાપી સુધી મુસાફરી કરવા ટ્રેનમાં જતા હોય છે. આ દરમ્યાન મુસાફરો પાસે જે તે રેલ્વેના ટી.સી. દ્વારા ચેકીંગ કરવામાં આવે છે આ દરમ્યાન મુસાફર પાસે જે-તે કોચની ટિકીટ ન હોય તેવા કિસ્સામાં મુસાફરને મુસાફરી કરવાના અવેજ પેટે ટી.સી. મુસાફર પાસે રૂ.૨૦૦/- થી રૂ.૫૦૦/- ની લાંચની માંગણી કરે છે. ઉપરોક્ત આધારભૂત માહિતીની ખરાઇ કરવા સુરત રેલ્વે સ્ટેશન થી ડિકોયરશ્રીનો સહકાર મેળવી, પશ્ચિમ એક્સ્પ્રેસ રેલ્વે ટ્રેનમાં સુરત થી ડિકોયર કોચ નં. એસ-૨ માં ચડેલ, જે દરમ્યાન ટીકિટ ચેક કરવા માટે ટી.સી. ડિકોયરને મળેલ તે સમયે ડિકોયર પાસે જનરલ કોચની ટિકીટ હોય આરોપીએ ડિકોયરને સ્લીપર કોચની સીટ બાબતે પુછતા ડિકોયરે હા પાડતા, આરોપીએ ટીકીટ પાછળ કોચ તથા સીટ નંબર લખી આપી, ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી, પોતાની કાયદેસરની ફરજ નહી બજાવી, પોતાના આર્થિક ફાયદા માટે રૂ.૨૦૦/- ની લાંચની માગણી કરી, સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
ડીકોય કરનાર અધિકારી જે.આર.ગામીત પોલીસ ઇન્સ્પેક્ટર વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે.,
સુપર વિઝન અધિકારી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત.
Author: Najar News
Post Views: 80








Total Users : 782216
Total views : 33761466