ખેડબ્રહ્મા પોલીસે દારૂ સાથે બે ઇસમોને પકડ્યા
ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા પોલીસે કલોલકંપા કેનાલ પાસેથી બે ઇસમોને બાઇક પર દારૂની બોટલ સાથે પકડી પડ્યા હતા.
ખેડબ્રહ્મા પોલીસ સ્ટાફના અનિરુધ્ધસિંહ, અક્ષયકુમાર, કલ્પેશકુમારના ખાનગી વાહનમાં તાંદલીયા કંપા ખાતે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે બે ઇસમ નાકા તરફથી નંબર પ્લેટ વગરના સ્કૂટર પર વિદેશી દારુની બોટલો લઈને ખેડબ્રહ્મા તરફ આવી રહ્યા છે જે બાતમી આધારે પોલીસ કલોલકંપા કેનાલ પાસેના રોડ પર વોચ રાખતા બંને ઇસમો મોપેડ લઈ આવતા પકડી પાડી મોપેડ પર આગળ રહેલ પ્લાસ્ટીકની થેલીમાં અંદર પૂંઠાના ખોખામાં વિદેશી દારુની બોટલો હતી
જેથી સ્કૂટર ચાલક દલપતભાઈ ગેમરભાઇ રબારી ઉ.વ.૨૭ રહે.ઉમીયાનગર સોસાયટી, ઉડવા તા. ખેડબ્રહ્મા અને પાછળ બેઠેલ બિજલરામ મહાદેવારામ રબારી ઉ.૧.૨૫ હાલ રહે.ધરોઇ રોડ, ક્સબા પાસે વડાલીના પાસથી પ્લાસ્ટિક થેલીમાં બોટલ નંગ-48 એક બોટલ નંગની કિ.રૂ.93 લેખે કુલ નંગ-48 બોટલની કિ.રૂ.4464 તથા નંબર વગરના સ્કૂટર રૂ.60,000 મળી કુલ કી.રૂ.64464 સાથે પકડી પાડી પ્રોહી.કલમ મુજબ ગુન્હો નોધ્યો હતો








Total Users : 782218
Total views : 33761469