દામાવાસ ગામે ખેતી ની જમીન થી રુપિયા ૧૦૯૦૦ નો કેબલ ધક્કાવાલ મોટર ફીલ્ટર ચોરાતા ફરીયાદ

દામાવાસ ગામે આવેલ ખેતર માથી બોરવેલ અને કુવાની ઇલેક્ટ્રીક મોટરનુ કો પર વીજવાયર આશરે ૯૮ મીટર જેની કી.રૂ. ૪,૯૦૦ તથા ધક્કાવાવ નંગ ૧ જેની કિ.રૂ. ૧૦૦૦ તથા મોટર ફીલ્ટર નંગ ૧ જેની કી. રૂ. ૫૦૦૦ જે કુલ કી.રૂ.૧૦,૯૦૦ ની કોઈ ચોર ઇસમ ચોરી કરી લઈ જઈ ગુન્હો કર્યા બાબતે ફરિયાદ નોંધાઇ
ગઇ તા. ૧૦/૦૯/૨૦૨૫ ના રોજ તેઓ સવારે આશરે આઠેક વાગ્યાના સુમારે મારા તાંદલીયા કંપા ખાતે આ સર્વે નં- ૨૦૦ મુજબની ખેતીની જમીનમાં ખેડુત એ સોયાબીનનુ વાવેતર કરેલ હોય જે જોવા માટે ગયેલ હતા અને તેઓ ના આ ખેતીની જમીન કેનાલની બાજુમા આવેલ છે અને અમારા ખેતરના ઉપરના શેઢે તેઓનો ખેતરનો કુવો આવેલ છે અને આ કુવો વરસાદના કારણે પાણીથી ભરાઈ ગયેલ છે આ કુવામાંથી અંદર પાણી કાઢવા મોટર તથા પાઈપ મુકેલ છે અને આ મોટર ચાલુ કરવા વીજ કનેશન પણ આપેલ છે. અને વીજથાંભલા માંથી મોટર સુધીની કોપર વાયર (કેબલ) આશરે પંદર મીટર જેટલું હતુ અને તે અમોને જોવા મળેલ નહી આ વીજ વાયર તા.૦૯/૦૯/૨૦૨૫ ના સાંજના સમયે કુવા ઉપર આવેલ હતો ત્યારે આ વીજ વાયર દેખાતુ હતુ અને બીજા દિવસે સવારે આશરે આઠેક વાગ્યાના સુમારે મતેઓ આવીને જોતા થાંભલા ઉપર લગાવેલ મીટરની પેટીથી કૂવા ની અંદર સુધીનુ વીજવાયર કોઇ ચોર ઇસમ લઈ ગયેલ હોવાનુ જણાયુ આ વીજવાયર આશરે ૧૫ મીટર જેની આશરે કી.રૂ.૭૫૦/- નુ ચોરી થયેલ હતુ અને આ બાબતેતે તેઓ ખેતર ના પાડોશી દીપકભાઇ ચંદુભાઇ પટેલ રહે.દામાવાસ કંપા તા-ખેડબ્રહ્મા વાળા નાઓને પણ જાણ કરેલ હતુ અને તેમને તેમના
કુવા ઉપર આવી ને તપાસ કરતાં તેમની ખેતીની જમીનમાં બે બોરવેલ આવેલ હોય અને બંન્ને બોરવેલમાં પાણીની મુકેલ મોટર હોય અને તે બન્ને બોરવેલના વીજવાયર પણ કપાયેલ હતા અને આ વીજવાયર કુલ – ૦૮ મીટર જેટલા જે ની આશરે કી.રૂ.૪૦૦/- નુ કોઈ ચોર ઇસમ ચોરી કરી લઈ ગયેલ જણાયેલ
ત્યારબાદ રમણભાઈ સવગણભાઈ પટેલ રહે. તાંદલીયા કંપા તા- ખેડબ્રહ્મા નાઓને અમો ને જણાવેલ કે ગઈ તારીખ ૯ અને,૧૦/૦૯/૨૦૨૫ ના રાત્રી દરમ્યાન અમારા ગામમાંથી પણ કુવા ઉપરથી કોપર વીજવાયર ચોરી થયેલ છે અને તેઓએ જણાવેલ કે અમારા માલીકીના સર્વે નંબર-૧૧ ખાતે આવેલ પાણીનો કુવામાં પાણીની મોટર મુકેલ હતી જેમાં મીટરના બોર્ડથી કુવા સુધી આશરે ૨૦ મીટર જેટલું જેની આશરે કી. રૂ. ૧૦૦૦/- નું તથા પાઇપ ઉપર લગાવેલ ધક્કાવા લ નંગ -૧ કી.રૂ.૧૦૦૦/- તથા મોટર ફીલ્ટર નંગ – ૧ જેની કી. રૂ. ૫૦૦૦/- નુ કોઈ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયે.
તેમજ ભાભુભાઇ હીરાભાઇ પટેલ રહે. તાંદલીયા કંપા તા- ખેડબ્રહ્મા વાળાએ મને જણાવેલ કે તેમના તાંદલી યા કંપા ગામની સીમમાં સબ સ્ટેશન ની બાજુમા આવેલ ખેતીની જમીનમાં આવેલ પાણીના કુવામાં મુકેલ મોટરનું વીજ વાયર પણ ચોરી થયેલ છે અને આ કોપર વીજવાયર મીટરના બોર્ડથી કુવાની મોટર સુધી આશરે ૧૦ મીટર જેટલું જે ની આશરે કી.રૂ.૫૦૦/- નુ કોઈ ચોર ઇસમ ચોરી કરી લઈ ગયેલ છે.
તેમજ વિનોદભાઈ અરજણભાઈ પટેલ રહે. તાંદલીયા કંપા તા- ખેડબ્રહ્મા નાઓએ મને જણાવેલ કે તેમના તાં દલીયા કંપા ગામની સીમમાં આવેલ ખેંચારીવાળા નામે ઓળખાતી ખેતીની જમીનમાં બે પાણીના કુવામાંથી પણ વાયર ચોરી થયેલ છે. જેમાં એક કુવા ઉપરથી કોપર વીજવાયર મીટરના બોર્ડ થી કુવાની મોટર સુધી આશરે ૨૦ મીટર તથા બીજા કુવા ઉપરથી આશરે ૧૦ મીટર જેટલું જેની આશરે કુલ કી.રૂ.૧૫૦૦/- નુ કોઈ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ
તેમજ ચંન્દ્રકાન્તભાઈ વિઠ્ઠલભાઈ પટેલ રહે. તાંદલીયા કંપા તા- ખેડબ્રહ્મા વાળાએ મને જણાવેલ કે તેમના તાંદલીયા કંપા ગામની સીમમાં આવેલ દામાવાસની મગરી પાસે આવેલ ખેતીની જમીન માં આવેલ પાણીના કુવા માં મુકે લ મોટરનુ વીજવાયર પણ ચોરી થયેલ છે અને આ કોપર વીજવાયર મીટરના બોર્ડ થી કુવાની મોટર સુધી આશરે ૧૫ મીટર જેટલું જેની આશરે કી.રૂ. ૭૫૦/- નુ કોઈ ચોર ઈસમ ચોરી કરી લઇ ગયેલ છે.
આમ અમારા તથા ઉપરોક્ત મુજબના જણાવેલ સાહેદોના કુવા ઉપરથી કોપર વીજવાયર કુલ – ૯૮ મીટર જેની કુલ કિ. રૂ.૪,૯૦૦/- તથા ધક્કાવાલ નંગ -૧ કી.રૂ. ૧૦૦૦/- તથા મોટર ફીલ્ટર નંગ – ૧ કી.રૂ.૫૦૦૦/- જે કુલ- કિ.રૂ.
૧૦,૯૦૦/- નુ કોઇ ચોર ઇસમ ચોરી કરી લઈ ગયેલ હોય અને ઉપરોક્ત કોપર વીજવાયર ચોરી બાબતે કોઈ અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ અમો અમારા ગામે આ વીજવાયર ચોરી બાબતે ગામના બીજા ખેડુતો સાથે ફરીયાદ કરવા બાબતે વિચા૨ વિમર્શ કરીને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન એ ફરીયાદ નોંધાવી હતી



