મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર ૧૫૦૦૦ ની લાંચ લેતા ઝડપાયો
એ.સી.બી ટોલ ફ્રી નં.૧૦૬૪ સફળ ટ્રેપ
એક જાગૃત નાગરિક ની ફરીયાદ ના આધારે
આરોપી પરાગકુમાર લક્ષ્મણભાઇ બારોટ, કોમ્પ્યુટર ઓપરેટર, કરાર આધારીત, દસ્ક્રોઇ મામલતદાર કચેરી, તા-દસ્ક્રોઇ, જી-અમદાવાદ, રહે.૩૯, ઉમીયાનગર સોસાયટી, બાપુનગર, અમદાવાદ
ટ્રેપની તારીખ ૧૮/૦૯/૨૦૨૫
લાંચની માંગણી કરેલ રકમ રૂ.૧૫,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ રૂ. ૧૫,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ રૂ.૧૫,૦૦૦/-
ટ્રેપનું સ્થળ દસ્ક્રોઇ મામલતદાર કચેરી ખાતે, તા- દસ્ક્રોઇ, જી-અમદાવાદ
આ કેસ ની ટૂંક મા વિગત
આ કામના ફરીયાદીના મીત્રના કાકા નાઓની દસ્ક્રોઇ તાલુકાના મોજે ગામ ઉંદરેલ ની સીમમાં આવેલ જમીન માં તેમના ભાઇની હક્ક કમી કરવા દસ્ક્રોઇ મામલતદાર કચેરી ખાતે અરજી કરેલ અને તે કામે હક્ક કમી ની કાચી નોંધ પડેલ હોય, જે નોંધ પ્રમાણિત કરાવવાના કામે ફરીયાદી તથા તેમના મિત્ર દસ્ક્રોઇ મામલતદાર કચેરી ખાતે ગયેલ જ્યાં નોંધોની કામગીરી કરતાં મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર આરોપી પરાગ બારોટ નાઓને મળતાં તેઓએ ફરીયાદી પાસે નોંધ પ્રમાણિત કરવા પ્રથમ રૂ.૨૫,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ અને ફરીયાદીશ્રીએ રકઝક કરતાં અંતે રૂ.૧૫,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ જે લાંચના નાણાં ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય તેઓએ આજરોજ એ.સી.બી નો સંપર્ક કરતાં, ફરીયાદી ફરીયાદ ના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવેલ, જે લાંચના છટકા દરમ્યાન આરોપી પરાગકુમાર લક્ષ્મણભાઇ બારોટ નાઓએ રૂ.૧૫,૦૦૦/- ની લાંચ ની માંગણી કરી, સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ જઇ ગુનો કર્યા વિગેરે બાબત.
આ કેસ ટ્રેપીંગ અધિકારી તરીકે
શ્રી એન.એન.જાદવ,
પોલીસ ઇન્સપેક્ટર,
અમદાવાદ ગ્રામ્ય એ.સી. બી પી.સ્ટે.
આ કેસ દરમિયાન સુપરવિઝન અધિકારી તરીકે
શ્રી કે.બી.ચુડાસમા,
મદદનીશ નિયામકશ્રી,
એ.સી.બી અમદાવાદ એકમ, અમદાવાદ








Total Users : 782218
Total views : 33761469