એ.સી.બી સફળ ટ્રેપ
એક જાગૃત નાગરીક આરોપી નં. (૧) તિમિરભાઈ વિનુભાઈ અમીન, ટ્રસ્ટી – વેધ શ્રી , એમ.એમ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, ગુલબાઈ ટેકરા પંકજ
વિધ્યાલયના કેમ્પસમાં અમદાવાદ
આરોપી નં. (૨) મુરલીમનોહર રામલાલજી ઝંડોલ, હોદ્દો- વોચમેન- વેધ શ્રી , એમ.એમ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, ગુલબાઈ
ટેકરા પંકજ વિધ્યાલયના કેમ્પસમાં અમદાવાદ, વર્ગ-૪
આ થયા ટ્રેપની ની તારીખ : ૦૭/૦૧/૨૦૨૬
લાંચની માંગણીની રકમ: રૂા.૩,૦૦,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ : રૂા.૩,૦૦, ૦૦૦ /-
લાંચની રીકવર કરેલ રકમ : રૂા.૩,૦૦, ૦૦૦ /-
ટ્રેપ નું સ્થળ : પંકજ વિધ્યાલયની અંદર, ટ્રસ્ટીશ્રી તિમિર ભાઈ ની ઓફીસ ની બહાર, ગુલબાઈ ટેકરા, અમદાવાદ.
આ કેસ ની ટુંક વિગત:
આ કામે હકીકત એવી છે કે આ કામના ફરીયાદીશ્રી વેધ શ્રી , એમ.એમ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, ગુલબાઈ ટેકરા અમદાવાદ ખાતેથી ઈન્ચાર્જ પ્રિન્સીપાલ તરીકે નિવૃત થયેલ હોય જેઓની પેન્શન , જી.પી.એફ. તથા રજા રોકડ રૂપાંતરીત ની ફાઈલોમાં સહી કરવા ના કામે આ કામના આક્ષેપિત-૧ તિમિરભાઈ વિનુભાઈ અમીન નાઓએ ફરીયાદી પાસે રૂ.૫,૦૦,૦૦૦ /- ની લાંચની માંગણી કરેલ અને રૂ.૨,૦૦,૦૦૦/- અગાઉ લઈ લીધેલ અને બાકીના રૂ.૩,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી ચાલુ રાખેલ તે લાંચની રકમ આક્ષેપિત નં.૧ તિમિરભાઈ વિનુભાઈ અમીન નાઓએ આ કામના આક્ષેપિત ન.૨ મુરલીમનોહર રામલાલજી ઝંડોલ નાઓને આપી દેવા જણાવેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતા આજરોજ લાંચનું છટકુ ગોઠવતા લાંચના છટકા દરમિયાન આક્ષેપિત નં. ૨ નાઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી આક્ષેપિત નં. ૧ વતી લાંચની રકમ રૂ. ૩,૦૦,૦૦૦/- લાંચના છટકા દરમિયાન સ્વીકારી સ્થળ ઉપર પકડાઈ જઈ તથા આક્ષેપિત નં. ૧ નાસી જઈ આમ, બંન્ને આક્ષેપિતોએ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબત.
ટ્રેપીંગ અધિકારી:
પો.ઇન્સ. શ્રી આર.આઈ.પરમાર,
અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે,અમદાવાદ.
સુપર વિઝન અધિકારી:
શ્રી એમ.એચ.પુવાર
મદદનિશ નિયામક,એ.સી.બી.
અમદાવાદ એકમ,અમદાવાદ
ઈન્ચાર્જ અધિકારી:
શ્રી હરેશ મેવાડા
નાયબ નિયામક,
એ.સી.બી. ગુ.રા. અમદાવાદ








Total Users : 782218
Total views : 33761469