આજ રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ખેડબ્રહ્માના ઝાંઝવા – પાણાઈ ગામ ખાતે ” ગ્રીન વુમન્સ ચેરીટેબલ ટ્રસ્ટ” ના પ્રમુખશ્રી ડૉ.પ્રિયંકા ખરાડીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી.
8,માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ત્યારે ખેડબ્રહ્મા તાલુકાના ઝાંઝવા – પાણાઈ ગામ ખાતે “ગ્રીન વુમન્સ ” ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાલુકાની બહેનો સાથે ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં બહેનોના હક વિશે,સ્વાસ્થ્ય, તેમના અધિકારો,ખેતી,પશુપાલન વગેરે વિશે માહિતી આપવામાં આવી.જીલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગથી સંચાલિત પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર) ઇડરના કાઉન્સેલર દર્શનાબેન વારા દ્વારા સુંદર માહિતી આપવામાં આવી..આ સાથે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાંથી પધારેલ WPC કાજલબેન મુકેશભાઈ અને WPC આશાબેન રણજીતભાઈ દ્વારા બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું.સંસ્થાના મંત્રીશ્રી ગીતાબેન પારગી, સભ્યશ્રીઓ શ્રીમતી હંસાબા ચૌહાણ,ભાનુબેન ચેનવા,તારાબેન ઠાકોર,પ્રિયંકા ભાવસાર,નિકિતા થોરી, મારુણીબેન ,ગીતાબેન તથા મોટી સંખ્યામાં સૌ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અંતે સૌ બહેનોને સ્ટીલ ડબા અને નાસ્તો આપવામાં આવ્યો હતો.








Total Users : 782214
Total views : 33761463