અનડીટેકટ ફેટલ ગુન્હો ડીટેકટ કરી આરોપી ચાલકને ઇકો ગાડી સાથે પકડી પાડતી વડાલી પોલીસ.
પો.ઇન્સ ડી.આર.પઢેરીયા તથા પોલીસ સબ ઇન્સ કે.એલ.જાડેજા તથા અ.હે.કોન્સ હિરણસિંહ જગતસિંહ તથા અ.પો.કો.નરેશકુમાર મોતીભાઈ વડાલી પોલીસ સ્ટાફની ટીમ બનાવેલ હતી જે આધારે
વડાલી પોલીસ સ્ટેશન પાર્ટ -એ ગુ.ર.નંબર – ૧૧૨૦૯૦૫૪૨૬૦૪૭૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા -૨૦૨૩ ની કલમ -૨૮૧,૧૦૬(૧),૧૨૫(એ), તથા એમ.વી.એકટ કલમ – ૧૭૭,૧૮૪,૧૩૪ (બી) મુજબના કામના ફરીયાદીશ્રી દિપકભાઈ રણછોડભાઈ ડાભી રહે.દીગ્યલી તા.ખેડબ્રહમા જી.સા.કા.નાઓની ફરીયાદના કામે ગઈ તા..૨૫/૦૪/૨૦૨૬ ના આશરે કલાક -૧૭/૦૦ વાગ્યાના સુમારે મોજે વિવાઈ ગામે સમ્રાટ હોટલથી આગળ હાઇવે રોડ ઉપર એક અજાણ્યા ઈકો ગાડીના ચાલકે પોતાની ઇકો પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી સામેથી આવતી ફરીયાદશ્રીની મો.સા.હિરો સ્પલેન્ડર પલ્સ રજી નંબર -જીજે-૦૯-એજે-૨૫૦૧ ને ટકકર મારી ફરીયાદીને શરીરે ઇજાઓ પહોચાડી તથા સાહેદ જીગરભાઈ જંયતીભાઇ બુંબડીયા ઉ.વછ.૧૬ ને શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી સારવાર દરમયાન મોત નીપજાવી પોતાના કબજાની ઇકો ગાડી સ્થળ ઉપરથી લઇ નાસી જઈ ગુન્હો કરેલ હોઇ જે આધારે ઉપરોકત ટીમ ધ્વારા હયુમન સોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સ ધ્વારા ઇકો ગાડી નંબર – જીજે-૦૧-આર. એચ-૭૮૬૫ ના ચાલક રજાકભાઇ નુરભાઈ મનસુરી રહે.અમનપાર્ક સોસાયટી વડાલી તા.વડાલી જી.સા.કા. ને તપાસ દરમ્યાન પકડી પાડી ઈકો ગાડી સાથે વડાલી પોલીસ સ્ટેશન ખાતે લાવી ઉપરોકત ગુન્હાના કામે અટક કરી આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવેલ છે.
આમ વડાલી પોલીસ સ્ટેશન ધ્વારા વધુ એક અનડીટેકટ ગુન્હો શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
તા-૧૩/૦૫/૨૦૨૫
પકડાયેલ આરોપી –
રજાકભાઈ નુરભાઈ મનસુરી રહે.અમનપાર્ક સોસાયટી વડાલી તા.વડાલી જી.સા.કા.
કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ
(૧)પોલીસ ઇન્સપેક્ટર ડી.આર.પઢેરીયા
(२) (૨) પો.સ.ઇન્સ કે.એલ.જાડેજા
(૩) અ.હે.કો.હિરણસિંહ જગતસિંહ બ.નં- ૩૫૪
(૪) અ.હે.કો.હરેશભાઈ ખીમજીભાઈ બ.નં-૨૭૩
(૫)અ.પો.કોન્સ.નરેશભાઈ મોતીભાઈ બ.નં.૯૭૭
(૬) આ.પો.કોન્સ કિરણકુમાર લાલજીભાઈ બ.નં-૬૧૫



