છેલ્લા ત્રણ વર્ષથી નાસતા-ફરતા સજા વોરંટના આરોપીને પ્રાંતિજ પોલીસે ઝડપી પાડ્યો
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનને ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 હેઠળના ગુનામાં સજા પામેલા અને છેલ્લા ત્રણ વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળી છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ, IPS, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર, પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહીલ, IPS, સાબરકાંઠા તથા વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ.કે. પટેલ, હિંમતનગર વિભાગના માર્ગદર્શન અને સૂચના અનુસાર સજા વોરંટના આરોપીઓને શોધી કાઢવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.આર. પઢેરીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ સતત પ્રયત્નશીલ હતી. દરમિયાન અ.હે.કો. હરેશકુમાર ગેમરભાઈ (બકલ નં. 179) ને ખાનગી રાહે બાતમી મળી હતી કે ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 મુજબના સજા વોરંટના આરોપી ભીખાજી મથુરજી ચૌહાણ, રહે. ઝીંઝવા, તા. પ્રાંતિજ, જી. સાબરકાંઠા પોતાના ગામે હાજર છે.
બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો.
આ કામગીરીથી પ્રાંતિજ પોલીસને છેલ્લા ત્રણ વર્ષથી નાસતા-ફરતા સજા વોરંટના આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે, જે પોલીસની સતર્કતા અને અસરકારક કામગીરીનું ઉત્તમ ઉદાહરણ છે.
કામગીરીમાં જોડાયેલ અધિકારી/કર્મચારી
શ્રી ડી.આર. પઢેરીયા, પોલીસ ઇન્સ્પેક્ટર, પ્રાંતિજ પોલીસ સ્ટેશન
અ.હે.કો. હરેશકુમાર ગેમરભાઈ, બકલ નં. 179
પ્રાંતિજ પોલીસ સ્ટેશનની ટીમ




