દેશી દારૂ ગાળવાનો વોશ લિટર-૬૦૦૦ કિ.રૂ.૧,૫૦,૦૦૦/- તથા દેશી દારૂ લિટર-૨૧૦ કિ.રૂ.૪૨,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૯૨,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પ્રાંતિજ પોલીસ
પ્રાંતિજ પોલીસને પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળી
પ્રોહી/જુગારની બદી નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોઇ જે અન્વયે ડી.આર.પઢેરીયા પોલીસ ઇન્સ્પેક્ટર નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ એન.સી.ગોહિલ નાઓ સાથે એ.એસ.આઇ જયેન્દ્રસિહ જોરાવરસિહ બ.નં.૪૪ તથા એ.સએસ.આઇ દિપકસિંહ જગતસિહ બ.નં.૨૫૪ તથા અ.હે.કો ભરતકુમાર નારણભાઈ બ.નં.૩૬૩ તથા આ.પો.કો હર્ષપાલસિહ દીલીપસિહ બ.નં.૧૧૩૪ તથા આ.પો.કો સરદારસિહ દીપસિહ બ.નં.૨૯૦ તથા આ.પો.કો સંદીપકુમાર ઇશ્વરભાઈ બ.નં.૨૩૫ તથા અ.પો.કો ગજેન્દ્રસિહ બળવંતસિહ બ.નં.૩૧૯ તથા અ.પો.કો પંકજકુમાર કાન્તીલાલ બ.નં.૮૯૬ નાઓ પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત કાર્યરત હતા દરમ્યાન આ.પો.કો સરદારસિહ દિપસિહ બ.નં-૨૯૦ તથા આ.પો.કો સંદીપકુમાર ઈશ્વરભાઈ બ.નં.૨૩૫ નાઓને સંયુક્ત ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે,માવાની મુવાડી ગામના (૧)ગોપાલસિહ નંદુસિહ ઝાલા (૨)કરણસિહ રમણસિહ ઝાલા (૩)વિશાલસિહ શૈલેષસિહ મકવાણા ત્રણેય રહે.માવાની મુવાડી તા.પ્રાંતિજ જી.સાબરકાંઠા નાઓ પોતાના કબજાના ખેતરમાં તથા નજીકમાં આવેલ નદીના વાંધા કોતરોમાં પ્રોહી પ્રવ્રુતિવાળી જગ્યા ઉપર દેશી દારૂ ગાળે છે. જે બાતમી હકિકત આધારે બાતમી હકિકત વાળી જગ્યા ઉપર પહોચતા ખેતર તથા વાંઘા કોતરોમાં પ્રોહી પ્રવ્રુતિવાળી જગ્યા ઉપર વગર પાસ પરમીટે બાર પ્લાસ્ટીકના મોટા ટાંકાઓમાં ૫૦૦ લીટર લેખે કુલ ૬૦૦0 લીટર દેશી દારૂ ગાળવાનો વોશ કિ.રૂ.૧,૫૦,૦૦૦/-તથા છ પ્લાસ્ટીકના કેરબામાં દેશી દારૂ લીટર ૨૧૦ કિ.રૂ.૪૨,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૧,૯૨,૦૦૦/- નો પ્રોહી મુદામાલ રાખી મળી આવતા સદરી (૧)ગોપાલસિહ નંદુસિહ ઝાલા (૨)કરણસિહ રમણસિહ ઝાલા(૩)વિશાલસિહ શૈલેષસિહ મકવાણા ત્રણેય રહે.માવાની મુવાડી તા.પ્રાંતિજ જી.સાબરકાંઠાનાઓ વિરૂધ્ધમાં પ્રાંતિજ પો.સ્ટે પાર્ટે–સી ૧૧૨૦૯૦૪૧ ૨૩૧૨૪૬/૨૦૨૬ પ્રોહી કલમ -૬૫(એ)(ઇ)(એફ) મુજબ ફરીયાદ દાખલ કરેલ છે
પ્રાંતિજ પોલીસને પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.






