જો ઝડપી કામ કરાવવું હશે તો 15 હજાર આપવા પડશે તમારે
ACBએ પાટણ ઈન્ડીયન બેંકના બ્રાન્ચ મેનેજરને લાંચ લેતા ઝડપાયો પાટણમાં બેન્કના સિનિયર મેનેજર લાંચ લેતા ઝડપાયા છે. બેન્ક મેનેજરને વધારાની મલાઈ ખાવી ભારે પડી ગઈ હતી. પાટણની ઇન્ડિયન બેંક શાખાનો સિનિયર બેંક મેનેજર લાંચ લેતા રંગે હાથો ઝડપાયા છે. બેન્ક મેનેજર એરામસિંગ ગાડારામ યાદવ નામના શખ્સ પાસેથી 15 હજારની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પાટણ ઇન્ડિયન બેંક શાખા દ્વારા દુકાનોની ઓનલાઇન હરાજીમાં ફરિયાદી એ ત્રણ દુકાનો રાખી હતી.
ઝડપી કાગળો તેમજ દુકાનોનો કબ્જો સોંપવા માટે બ્રાન્ચ મેનેજરે 15 હજારની લાંચ માંગી
દુકાનનાં દસ્તાવેજો, વેચાણખત તેમજ અન્ય કાગળોનું ઝડપી કામ કરવા તેમજ ઝડપી કબ્જો સોંપવા માટે બ્રાન્ચ મેનેજરે રૂપિયા 15 હજારની લાંચની માંગણી કરી હતી.ACBએ છટકું ગોઠવીને બ્રાન્ચ મેનેજરને રંગેહાથ ઝડપી લીધો
ફરિયાદી લાંચ આપવા ઈચ્છતો નહોતો, આ મામલે તેણે પાટણ ACBનો સંપર્ક કર્યો હતો. પાટણ ACBએ છટકું ગોઠવીને બ્રાન્ચ મેનેજરને રંગેહાથ ઝડપી લીધો હતો. ACBએ બેન્ક મેનેજર સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.