એસીબી એ કરી સફળ ટ્રેપ
ફરિયાદી:
એક જાગૃત નાગરીક
આરોપી : કલ્પેશકુમાર બચુભાઈ પટેલ, ઇન્ચાર્જ આચાર્ય માધ્યમિક શાળા સરસાડ, તાલુકો- ઝઘડિયા, જિલ્લા- ભરૂચ
લાંચની માંગણીની રકમ:
રૂ.૩૧,૦૦૦/-
*લાંચની સ્વીકારેલ રકમ:*
રૂ.૩૧,૦૦૦/-
લાંચની પરત મેળવેલ રકમ:
રૂ.૩૧,૦૦૦/-
ટ્રેપની તારીખ
તા.૧૩/૦૮/૨૦૨૫
ટ્રેપનું સ્થળ:સરકારી માધ્યમિક શાળા ગામ સરસાડ ના કમ્પાઉન્ડમાં. તાલુકો- ઝઘડિયા, જિલ્લા- ભરૂચ.
આ કેસ ની ટુંક મા વિગત
આ કામે હકિકત એવી છે કે, આ કામના ફરિયાદી પોતે ઈકો ગાડી ફેરવતા હોય આ કામના આરોપીએ તેમની શાળાના બાળકોને લાવવા લઈ જવા માટે “શાળા પરિવહન યોજના” હેઠળ ગાડી ફેરવવા માટે ફરિયાદીને રાખેલા હતા. અને આ યોજના હેઠળ પાસ કરવાના થતા બીલો માંથી એક મહિનાના બિલના ₹૩,૦૦૦/- લેખે કમિશન પેઠે આપવાનું જણાવેલ. જેમાં ફરિયાદીના ચાલુ વર્ષના ત્રણ મહિનાના રૂ.૯૦૦૦/- તેમજ અન્ય એક સાહેદના સને ૨૦૨૪ ના મારુતિ વાનના રૂપિયા ૧૩૦૦૦/- અને સને ૨૦૨૫ ના ત્રણ મહિનાના રૂ. ૯૦૦૦/- એમ કુલ રૂપિયા -૩૧,૦૦૦/- ની ફરિયાદી પાસે લાંચની માગણી કરેલ હોય, જે લાંચ ફરિયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરતા આજરોજ લાંચના છટકા દરમ્યાન ફરિયાદી સાથે આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણાં સ્વિકારી, પકડાઇ જઇ ગુનો કરેલ છે.
ઉપરોકત આરોપીને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ટ્રેપીંગ અધિકારી:
શ્રી એમ.જે.શિંદે,
પોલીસ ઇન્સ્પેક્ટર,
ભરૂચ એ.સી.બી.પો.સ્ટે.
સુપરવિઝન અધિકારી
શ્રી પી.એચ. ભેસાણીયા,
નાયબ નિયામક, એ.સી.બી., વડોદરા એકમ, વડોદરા.








Total Users : 782217
Total views : 33761468