best news portal development company in india

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ચિઠોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઠેક માસ અગાઉ ચોરી થયેલ મોબાઇલ આરોપી સાથે પકડી પાડતી વિજયનગર પોલીસ

  વિજયનગર પોલીસ ના અ.પો.કો. નકુલકુમાર લલીતભાઈ ને

 

 

ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક ઇસમ વિજયનગર બજારમાં જુદી જુદી મોબાઇલની દુકાનોએ મોબાઇલ વેચવા માટે ફરે છે અને તેણે કાળા તથા મરૂમ કલરનું લાયનીંગવાળુ શર્ટ તથા બ્લ્યુ કલરનું જીન્સનું પેન્ટ પેહરેલ છે. તેવી હકિકત મળતા વિજયનગર બજારમાં જતા ઉપરના વર્ણન વાળો વ્યક્તિ મળી આવતા તેનું નામ પુછતા પોતે પોતાનું નામ અજયકુમાર નગજીભાઇ નિનામા રહે.ગાડી તા.વિજયનગર જી.સાબરકાંઠા વાળો હોવાનું જણાવેલ અને તેની અંગ ઝડતી કરતાં તેના પેન્ટના ખીસ્સામાંથી એક વીવો કંપનીનો Y-18Ě મોડલનો મોબાઇલ મળી આવેલ જે મોબાઇલ ચિઠોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાથી ચોરી થયેલ હોય જે સબંધે ચિઠોડા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૫૭૨૫૦૦૦૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૦૩(૨) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેથી સદરી આરોપી અજયકુમાર નગજીભાઈ નિનામા ઉવ.૩૦ રહે.ગાડી તા.વિજયનગર જી.સાબરકાંઠા વાળાને પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરી ચિઠોડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.

 

આમ, એ.વી.જોષી I/C પોલીસ ઇન્સ્પેક્ટર

 

(૨) અ.હેડ.કોન્સ. જયદીપકુમાર દિનેશચંન્દ્ર

 

(૩) અ.પો.કો. નકુલકુમાર લલીતભાઇ

 

(૪) અ.પો.કો વિજયભાઇ રામુભાઇ

 

(૫) I.T. એક્ષ્પર્ટ દર્શનકુમાર પરસોત્તમભાઇ

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई