મહેસૂલ તલાટીની પરીક્ષા માટે ખેડબ્રહ્મા અને આસપાસના વિસ્તારના ઉમેદવારો માટે ખાસ બસ સેવા ઉપલબ્ધ
ખેડબ્રહ્મા, તા. ૧૨/૦૯/૨૦૨૫ — ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ, ખેડબ્રહ્મા વિભાગ દ્વારા મહેસૂલ તલાટીની પરીક્ષા આપવા જઈ રહેલા ઉમેદવારો માટે ખાસ બસ સેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા તા. ૧૪/૦૯/૨૦૨૫ (રવિવાર) ના રોજ ખેડબ્રહ્માથી ગાંધીનગર માટે ઉપલબ્ધ રહેશે.જેની ઉમેદવારોએ નોંધ લેવી
ઉમેદવારોની સુવિધા માટે કુલ ૭ વિશેષ બસોનું સંચાલન કરવામાં આવશે. આ બસોનું સમયપત્રક નીચે મુજબ છે:
- સવારે ૬:૦૦ કલાકે
- સવારે ૬:૩૦ કલાકે
- સવારે ૭:૦૦ કલાકે
- સવારે ૭:૩૦ કલાકે
- સવારે ૮:૦૦ કલાકે
- સવારે ૮:૩૦ કલાકે
- સવારે ૯:૦૦ કલાકે
આ ઉપરાંત, જો કોઈ ગામમાંથી ૫૦ કે તેથી વધુ ઉમેદવારો બસની માંગણી કરશે, તો તેમના માટે નિયમાનુસાર વિશેષ બસનું પણ આયોજન કરવામાં આવશે. આ સુવિધાનો લાભ લેવા માટે ઉમેદવારોએ એક દિવસ અગાઉથી માંગણી કરવાની રહેશે.
ખેડબ્રહ્મા એસ.ટી. વિભાગ મહેસૂલ તલાટીની પરીક્ષા આપવા જઈ રહેલા તમામ ઉમેદવારોને પરીક્ષામાં સફળતા મળે તેવી શુભકામનાઓ પાઠવે છે




