*એ.સી.બી.ની સફળ ટ્રેપ*
*ફરીયાદી:-*
એક જાગૃત નાગરિક
*આરોપી:-નં.૧*
(1) રોહન ભાઇ કિશોરભાઇ પાર્કર, સુપરવાઇઝર (સીવીલ એન્જીનીયર) આઉટ સોર્સ, ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી, ગાંધીનગર
*આરોપી નં-૨*
નયનકુમાર અમૃતલાલ પરમાર, જુનીયર ક્લાર્ક, આઉટ સોર્સ, ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી, ગાંધીનગર

*ગુનો બન્યા તારીખ-* તા.૧૯/૦૯/૨૦૨૫
લાંચની માંગણીની રકમ:-
રૂપિયા ૭૦,૦૦૦/-
લાંચ સ્વીકારેલ રકમ:-
રૂપિયા ૭૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ:-
રૂપિયા ૭૦,૦૦૦/-
ગુનાનુ સ્થળ:-
સેક્ટર-૪ છાપરા,
હડમતીયા ગ-૧ થી ખ રોડ ઉપર જવાના જાહેર રોડ ઉપર, ગાંધીનગર
આ ગુનાની ટુંક વિગત
આ કામે હકિકત એવી છે કે,
આ કામના ફરીયાદી નાઓએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતગર્ત ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (ગુડા) ખાતે ફોર્મ ભરેલ. જે અંગે ફરીયાદીનુ નામ વેઇટીંગમાં હોય, આ કામના આરોપીઓએ ફરીયાદીને ઝડપી ફાઇલ કલીયર કરવા તથા મકાનના દસ્તાવેજ અને ચાવી અપાવા સુધીના અવેજ પેટે રૂ.૭૦,૦૦૦/- ની માંગણી કરેલ.
જે લાંચના નાણાં ફરીયાદી આરોપીઓને આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરતાં આજ રોજ ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં છટકા દરમ્યાન આરોપી નંબર-૨ એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી, આરોપી નં.૧ નાએ લાંચના નાણાં સ્વિકારી બંને આરોપીઓએ એક બીજાને મદદગારી કરી, સ્થળ ઉપર પકડાઇ જઇ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દૂર ઉપયોગ કરી, ગુનાહીત ગેરવર્તણુક કરી, ગુનો કરેલ છે.
આ કેસ ના ટ્રેપીંગ ઓફીસર:
શ્રી એચ.બી.ચાવડા
ફીલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર
ગાંધીનગર એ.સી.બી. એકમ
સુપર વિઝન અધિકારી:-
શ્રી એ.કે.પરમાર
મદદનીશ નિયામક
ગાંધીનગર એ.સી.બી. એકમ








Total Users : 782216
Total views : 33761466