best news portal development company in india

૧૫૦૦૦ હજાર ની લાંચ લેતા ટી આર બી જવાન એ સી બી ના હથ્થે ચઢ્યો

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

એ.સી.બી. એ કરી સફળ ટ્રેપ 

 

ફરીયાદી-એક જાગૃત નાગરીક

 

આક્ષેપીત નં.

(૧) પિયુષ ઉર્ફે રાહુલ રાજપૂત (ટી આર બી) સુરત શહેર ટ્રાફિક રીજીયન-3

આક્ષેપીત નં.

(૨) ધર્મેશ સારાભાઈ ભરવાડ (ટી આર બી) સુરત શહેર ટ્રાફિક રીજીયન-3

 

ટ્રેપ ની તા.25/06/2025

લાંચની માંગણીની રકમઃ- રૂા.15,000/- 

લાંચની સ્વીકારેલ રકમઃ- રૂા.15,000/-

લાંચની રીકવર કરેલ રકમઃ- રૂા.15,000/- 

ટ્રેપનું સ્થળઃ- સાંઇ પોઇન્ટ, સરકારી પાણીની ટાંકી પાસે, સી.આર.પાટીલ રોડ , ડિંડોલી, સુરત

આ કેસ ની ટૂંકી વિગત

      આ કામ નાં ફરીયાદી પાસે પોતાનાં ત્રણ (Tempo ) વાહનો છે , અને સુરત માં કાપડ હેરાફેરી નો વ્યવસાય કરે છે . 

 આ કામના આરોપી નંબર—૧ સુરત શહેર ટ્રાફિક રીજીયન-3 ના સ્કોડમાં ફરજ બજાવે છે ,અને પોતે રીજીયન 3 નાં વહીવટદાર હોવાનું જણાવી ફરિયાદીના તથા તેમના ગૃપ નાં કુલ -૩૦ વાહનો ને ટ્રાફિક રીજીયન 3 માંથી પસાર થતી વખતે ટ્રાફિક ના કર્મચારીઓ દ્વારા ખોટીરીતે હેરાનગતિ નહિ કરવાનાં બદલામાં દર મહિને એક four wheeler ના ૧૦૦૦ અને Three wheeler ના 700 રૂપિયા ની માંગણી કરેલ હતી, અને ફરિયાદી દ્વારા રકઝક કરતાં દરેક વાહન દીઠ રૂપિયા 500 આપવાનુ નક્કી થયેલ હતુ. 

      પરંતુ આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોઈ એ. સી. બી. નો સંપર્ક કરી ફરિયાદ આપતાં આજરોજ લાંચનું છટકું ગોઠવવામાં આવેલ હતું. 

      છટકા દરમ્યાન આરોપી નંબર-૧ નાએ ફરીયાદી ને આરોપી નં-૨ ને લાંચના નાણા આપી દેવા ટેલીફોનીક જણાવતાં , આરોપી નં-૨ એ ફરિયાદી પાસે થી લાંચના નાણાં મેળવી, આરોપી નંબર-૧ ને લાંચના નાણાં મળી ગયેલ હોવા અંગે ટેલીફોનીક જાણ કરી આરોપી નંબર 2 રંગેહાથે પકડાઈ ગયેલ છે.

 

ટ્રેપીંગ અધિકારી :

શ્રી એસ.એન.બારોટ, પોલીસ ઇન્સ્પેકટર, ફિલ્ડ-3(ઇન્ટે. વિંગ), એ.સી.બી. અમદાવાદ તથા એ.સી.બી. સ્ટાફ

 

સુપરવિઝન અધિકારી :

શ્રી એ.વી.પટેલ, મદદનીશ નિયામક, ફિલ્ડ-3(ઇન્ટે. વિંગ), એ.સી.બી. અમદાવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई