best news portal development company in india

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં મનરેગા નું ભૂત ફરી ધૂણી શકે છે ?

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં મનરેગા નું ભૂત ફરી ધૂણી શકે છે ?

સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા તાલુકા ની ગ્રામ પંચાયતમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રિય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા)માં વ્યાપક ભ્રષ્ટાચારની બૂમ ઉઠી છે. વર્ષ 2022થી 2025 દરમિયાન  તલાટીઓ વિદ્યાર્થીઓ, કરાર આધારિત કર્મચારીઓ વગેરેને મજૂર તરીકે દર્શાવતા જોબકાર્ડ બનાવી લાખો રુપિયાનું કૌભાંડ આચર્યાનો મામલો જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ પહોંચ્યે તો નવાઈ નહી.
તળાવ ઊંડા કરવાના અને લેવલીંગ સહિતના કામો શ્રમિકો પાસેથી કરાવવાને બદલે જેસીબીથી કરાવી મનરેગામાં મજૂરોને ચૂકવવાના રૂપિયા પરિચિતો, મેડિકલ -પેરામેડિકલના વિદ્યાર્થીઓ, કર્મચારીઓના ખાતામાં જમા કરાવી તેમને નજીવી રકમ ચૂકવી બાકીના રૂપિયા ઉસેટી લેવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી છે. એટલું જ નહીં પરંતુ સઘળું કામ જેસીબી – ટ્રેક્ટરોથી કરાવ્યું હોવાની ચર્ચા  છતાં જાણે મનરેગાના મજૂરો પાસેથી કરાવ્યું છે તેવું બતાવવા માટે છેલ્લા દિવસે શ્રમિકોના હાથમાં પાવડા – તગારા પકડાવી ફોટા પાડી અપલોડ કરવામાં આવે છે. ખેડબ્રહ્મા વિધાનસભા પંથકમાં જે રીતે અગાઉ સરકારી કર્મચારીઓ ના કમાઉ પુત્ર એ અને પરિચિતોએ મનરેગામાં કૌભાંડ આચર્યું હતું તે જ રીતે અહીયા પણ સરપંચ અને મળતિયાઓએ અનમોલ ટકા% કમિશનથી વહીવટ આચર્યાની બૂમ ઉઠી છે. ખેડબ્રહ્મા તાલુકામાં આવેલી અમુક ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ  તલાટીએ ભેગા મળી કૌભાંડ આચર્યાની રાવ છે. નજર ન્યૂજ ટીમે ના જાગૃત નાગરિકો એ  કરેલી ફરિયાદના અનુસંધાનમાં કરેલી સ્થળ તપાસમાં વ્યાપક ખુલાસા થયા હતા. વાસ્તવિક મજૂરોના બદલે ભળતી વ્યક્તિઓના નામોના આધારે બેન્ક ખાતાઓમાં લાખો રૂપિયાની રકમ જમા કરી તે પછી સરપંચ અને મળતિયાઓએ રુપિયા ઉપાડી લીધા હોવા ની ફરીયાદો ઉઠી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई