best news portal development company in india

વડાલી પોલીસે ગેરકાયદેસર ચાઈનીઝ દોરીના વેચાણ સામે કાર્યવાહી કરી

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

વડાલી પોલીસે ગેરકાયદેસર ચાઈનીઝ દોરીના વેચાણ સામે કાર્યવાહી કરી છે. થેરાસણા ગામમાંથી એક યુવકને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ૧૦ ફીરકીઓ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો, જેની કિંમત ₹૫,૦૦૦/- આંકવામાં આવી છે.
આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને, સાબરકાંઠા-હિંમતનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ સામે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાના અમલ માટે વડાલી પોલીસનો ડી-સ્ટાફ બીટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો.
તા. ૦૫/૦૧/૨૦૨૫ ના રોજ પેટ્રોલિંગ દરમિયાન, પોલીસને થેરાસણા ગામની હાઈસ્કૂલ પાસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા, એક શંકાસ્પદ વ્યક્તિ સફેદ કોથળો લઈને ઉભો હતો. પોલીસને જોઈને તે ભાગવાનો પ્રયાસ કરતા તેને તુરંત પકડી લેવામાં આવ્યો હતો.
પકડાયેલા યુવકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રવિકુમાર બાબુભાઈ ઠાકોર (ઉ.વ. ૧૮, રહે. થેરાસણા, તા. વડાલી, જી. સાબરકાંઠા) જણાવ્યું હતું. તેના કોથળાની તપાસ કરતા તેમાંથી ‘મોનો સ્કાય’ કંપનીની અલગ-અલગ રંગની ૧૦ ચાઈનીઝ દોરીની ફીરકીઓ મળી આવી હતી. આ ફીરકીઓ ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં લઈ જઈ રહ્યો હતો તે અંગે તેણે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો.
પોલીસે ₹૫૦૦/- પ્રતિ ફીરકી લેખે કુલ ₹૫,૦૦૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી રવિકુમાર ઠાકોર વિરુદ્ધ તા. ૦૬/૧૨/૨૦૨૫ ના રોજ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી દ્વારા વડાલી પોલીસે ગેરકાયદેસર ચાઈનીઝ દોરીના વેચાણને રોકવામાં સફળતા મેળવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई