best news portal development company in india

આ કોન્સ્ટેબલ લાંચ 51000 લેતા પકડાયા

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

એ.સી.બી. સફળ ટ્રેપ (ટોલ ફ્રી નંબર-૧૦૬૪)

એક જાગૃત નાગરીક ની ફરીયાદી ના આધારે  ન

આરોપી :- (૧) વિજયભાઇ મનસુખભાઇ મેર, પોલીસ હેડ કોન્સ્ટેબલ વર્ગ-૦૩, નોકરી- વંડા પોલીસ સ્ટેશન તથા આરોપી નં. (ર) છગનભાઇ માવજીભાઇ ડાભી, પોલીસ હેડ કોન્સ્ટેબલ વર્ગ-૦૩, નોકરી- વંડા પોલીસ સ્ટેશ તથા આરોપી નં. (૩) મયુરભાઇ બાબુભાઇ ખુમાણ (પ્રજાજન) રહે, વંડા, તા.સાવરકુંડલા જિ. અમરેલી તથા આરોપી નં. (૪) અતુલભાઇ ચૌહાણ (પ્રજાજન) રહે, ગારીયાધાર જિ.ભાવનગર

 

આ ટ્રેપની તારીખ :- તા.૧૧/૦૫/૨૦૨૬

 

લાંચની માંગણીની રકમ :- રૂા.૧,૨૫,૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ :- રૂા.૫૧,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ :- રૂા.૫૧,૦૦૦/-

આ ગુનાનુ સ્થળ :- વંડા પોલીસ સ્ટેશનની સામે આવેલ ગોપીનાથ ઓઇલ મીલના ગેટ પાસે, જેસર-સાવરકુંડલા જાહેર રોડ ઉપર, મોજે વંડા ગામ તા. સારવકુંડલા ,જિ.અમરેલી આ કેસ ની ટુંક વિગત :- આ કામે હકીકત એવી છે કે, આ કામના ફરીયાદીશ્રીના મિત્ર વિરૂધ્ધમાં વંડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હોય જેની તપાસ આ કામના આરોપી નં.(૧)નાઓ પાસે હોય જેથી આ કામના ફરીયાદીના મિત્ર પાસે મોબાઇલ ફોન તથા ફોર વ્હિલર ગાડિ કબ્જે નહિ કરવાના તેમજ ફરીયાદીના મિત્રની ધંધો સારી ચલાવવા દેવા તથા માર નહિ મારવાના બદલા માં આરોપી નં.(૧)નાઓએ આરોપી નં.(૪) મારફતે પ્રથમ રૂ.૧,૨૫,૦૦૦/-ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂ.૫૧,૦૦૦/- આપવનુ નક્કિ થયેલ હતું .  જે લાંચના નાણા આ કામના ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય જેથી ભાવનગર એ.સી.બી.નો સંપર્ક કરી પોતાની ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે આજ તા.૧૧/૦૫/૨૦૨૬ ના રોજ લાંચનુ છટકુ ગોઠવતા પ્રથમ આરોપી નં. (૩) નાએ આરોપી નં.૧ વતી ફરીયાદીશ સાથે હેતુલક્ષી વાતચીત કરી, ફરીયાદી પાસેથી લાંચના નાણા રૂ.૫૧,૦૦૦/- સ્વિકારી તે લાંચની રકમ મળીગયા અંગે આરોપી નં-૧ ને જાણ કરતા , આરોપી નં.(૨) તે નાણાં લેવા આવેલ અને લાંચ નાં નાણાં આરોપી નં.૩ (૩) પાસેથી સ્વિકારી બન્ને આરોપીઓ સ્થળ ઉપર પકડાઇ ગયેલ તેમજ આરોપી નં.(૧) નાઓ વંડા પોલીસ સ્ટેશન ખાતેથી પકડાઇ જઈ તમામ આરોપીઓએ એકબીજાના મેળાપીપણાથી ગુનો કરી ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી આરોપી નં. (૧) તથા આરોપી નં.(૨‌)એ પોતાના રાજય સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી ગુનાહીત ગેરવર્તણુંક કરી ગુનો કર્યા બાબત.

 

ટ્રેપીંગ અધિકારી :- શ્રી ટી.એસ. રીઝવી, પોલીસ ઇન્સ્પેકટર, ભાવનગર એ.સી.બી. પો.સ્ટે. તથા ટીમ

 

સુપરવિઝન અધિકારી :- શ્રી એસ. એન. બારોટ, મદદનીશ નિયામક, એ.સી.બી., ભાવનગર એકમ, ભાવનગર

 

ઇન્ચાર્જ અધિકારી :- શ્રી બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી. રાજકોટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई