best news portal development company in india

मिल बाट कर खाना बैकुंठ मे जाना જેવો ઘાટ ખેડબ્રહ્મા નગરપાલિકા નો વારંવાર છેલ્લા 15 માસમાં વારે ઘડીએ ચર્ચામાં રહી છે ત્યારે હાલમાં એક નવું આઠ કરોડના ખર્ચે થઈ રહેલું કામ કેટલા અંશે ક્વોલિટી વાળું છે તેની પોલ અહીં છતી થઇ છે

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ખેડબ્રહ્મા શહેર મા 18 મી.મી વરસાદ નોધાયો નગરપાલિકાએ 8 કરોડ ના ખર્ચે કરેલી ગટર ના કરેલ કામો પાણી મા ડુબ્યા

ખેડબ્રહ્મા નગરપાલિકા પાલીકા દ્વારા 8 કરોડનો ખર્ચે ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં અંડર ગટર લાઈનની નાખવાની કામગીરી ચાલી રહી છે ત્યારે હાલમાં વાસણા રોડ પર આવેલી પાણીની ટાંકી પાસે ગતરોજ 18 મી.મી પડેલા વરસાદમાં નગરપાલિકાના કરેલા કામોની પોલ ખુલ્લી થઈ હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા હતા

જ્યારે આ કામગીરી દરમિયાન વપરાયે  મટીરીયલ્સ  કેટલી ગુણવત્તાયુક્ત છે તે અહી તસવીર મા દેખાઇ રહયુ છે

નગરપાલિકા દ્વારા સ્પેશિયલ કન્સલ્ટ ની પણ અહીં નિમણૂક કરેલી છે તેમ છતાં કામોમાં ભ્રષ્ટાચારની બુ આવી રહી છે તેમજ ખેડબ્રહ્મા નગરપાલિકામાં એન્જિનિયર ની કામગીરીને લઈને પણ લોકોમાં ચર્ચા થઈ રહી છે કે આવી કામગીરી થઈ રહી હોય ત્યારે શું સ્થળની મુલાકાત નહીં લીધી હોય મુલાકાત લીધી હોય તો કોન્ટ્રાક્ટરને જાણ નહીં કરી હોય

હાલમાં તો 18 મીમી વરસાદ માં આ ચેમ્બર બે તરફી ફાટી ગયેલી નજરે પડે છે જે કામો કરી જમીનમાં દટાઈ ગયા તે અંગે પણ પ્રજામાં ચર્ચા તો પ્રશ્ન જોવા મળી રહ્યો છે કે શું ખેડબ્રહ્મા નગરપાલિકા ના કર્મચારીઓ દ્વારા અહીંયા દેખરેખ રાખવામાં નહીં આવ્યો હોય તેઓને આ વરસાદની આગાહી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી તે જાણ નહીં હોય કે પછી કોન્ટ્રાક્ટરો અને કર્મચારીઓની અને જ્યાં જ્યાં સુધી ટકાવારી પહોંચતી હોય તેવા લોકોનું મેળાપણું હશે તેવો પ્રશ્ન હાલ પ્રજામત ચર્ચાઈ રહ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई