એ.સી.બી. સફળ ટ્રેપ

એક ફરીયાદી – એ જાગૃત નાગરીક
આક્ષેપીત નં.(૧) ડાયાભાઇ અરજણભાઇ પરમાર, ઉ.વ.૫૫, ધંધો-ખેતી, રહે.હરીપર ગામ, તા.કલ્યાણપુર, જી.દેવભૂમિ દ્વારકા (પ્રજાજન)
આક્ષેપીત નં.(૨) જીવાભાઇ અરજણભાઇ પરમાર, ઉ.વ.-૪૧, ધંધો-ખેતી તથા હાર્ડવેરનો વેપાર, રહે.કલ્યાણપુર તા.કલ્યાણપુર, જી.દેવભૂમિ દ્વારકા (પ્રજાજન)

ટ્રેપ ની તા.૦૮/૦૬/૨૦૨૬
લાંચની માંગણીની રકમઃ- રૂા.૫,૦૦,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમઃ- રૂા.૫,૦૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમઃ- રૂા.૫,૦૦,૦૦૦/-
*ટ્રેપનું સ્થળઃ* –
ફરીયાદીશ્રીના મીત્રની ઓફીસ, દ્વારકાધીશ કોમ્પ્લેક્સ, કલ્યાણપુર મામલતદાર કચેરી સામે, કલ્યાણપુર, તા.કલ્યાણપુર, જી.દેવભૂમિ દ્વારકા
*ટૂંક વિગત* :-
આ કામના ફરીયાદીશ્રી તથા તેના પાટનર(આ કામના સાહેદ) ની હરીપર ગામ ખાતે આવેલ કાળા પથ્થર કાઢવાની ખાણની કામગીરીમાં હરીપર ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્ય દ્વારા ખોટી હેરાનગતી નહી કરવાના અવેજ પેટે હરીપર ગ્રામ પંચાયતના સરપંચના પતિ આક્ષેપીત નં.(૧) એ ફરીયાદીશ્રી તથા સાહેદ પાસે રૂા.૩૦,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ અને રકજકના અંતે રૂા.૨૦,૦૦,૦૦૦/- આપવાનો વાયદો થયેલ. તે પૈકી રૂા.૫,૦૦,૦૦૦/- આજરોજ આપી દેવા જણાવેલ. જે લાંચની રકમ ફરીયાદીશ્રી આપવા માંગતા ન હોય, જેથી ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ ફરીયાદીશ્રીના મીત્રની ઓફીસ, દ્વારકાધીશ કોમ્પ્લેક્સ, કલ્યાણપુર મામલતદાર કચેરી સામે, કલ્યાણપુર, તા.કલ્યાણપુર, જી.દેવભૂમિ દ્વારકા ખાતે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના બન્ને આક્ષેપીતોએ ફરીયાદીશ્રી તથા સાહેદ સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂા.૫,૦૦,૦૦૦/- ફરીયાદીશ્રી પાસે માંગી, સ્વીકારી બન્ને આક્ષેપીતો ઝડપાઇ જઇ ગુન્હો કર્યા બાબત.
*ટ્રેપીંગ અધિકારી* :
શ્રી એ.આર.ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન જામનગર તથા એ.સી.બી.સ્ટાફ
*સુપરવિઝન અધિકારી* :
શ્રી જે.ડી.મેવાડા, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ.
*ઇન્ચાર્જ અધિકારી* :
શ્રી બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી. રાજકોટ.



