વિજયનગર પોલીસ સ્ટેશન ખોવાયેલ પર્સ જેમાં કુલ રૂ.૨૧૦૦/- મળી આવતાં “પોલીસ પ્રજાનો મિત્ર” સાર્થક

સુત્રને સાથૅક કરી મુળ માલીક સીનીયર સીટીજન ને શોઘી પસૅ સહીત રૂ. ૨૧૦૦/- પરત કરતી વિજયનગર પોલીસ
વિજયનગર પોલીસ સ્ટેશન દવારા તા.૧૫/૦૬/૨૦૨૬ કલાક ૧૭/૦૦ વાગ્યે વાહન ચેકીગ ડ્રાઇવ હોય જે આઘારે વિજયનગર પોલીસ સ્ટેશન ધ્વારા વાહન ચેકીગ બી.એસ.એન. એલ. ત્રણ રસ્તા ખાતે રાખવામાં આવેલ હોય જે આઘારે વિજયનગર પોલીસ સ્ટેશન ખાતે ટ્રાફીકમાં ફરજ બજાવતા APC દિનેશકુમાર નારણભાઈ બં.નં.૧૦૭૧ નાઓ વાહન ચેકીંગમાં સ્ટાફ સાથે હાજર હતા દરમ્યાન એક નાનું કાપડનું પસૅ નીચે પડેલું મળી અવાતાં તે ખોલી જોતા તેમાં અંદર પૈસા હોય અને જે ગણી જોતા કુલ રૂ.૨૧૦૦/- હોય અને એક કાગળમાં એક મોબાઇલ નંબર લખેલ હોય જેના ઉપર સંપકૅ કરતાં મનીષાબેન ખતાત બોલતા હોવાનું જણાવેલ અને એક પસૅ મળી આવેલ હોય જેમાં મોબાઇલ નંબર હોવાની જેની જાણ કરતાં તેઓએ જણાાવેલ કે મારી નાની ગંગાબેન બદાજી મલાવત રહે.રાણી તા.નયાગાવ જી.ઉદેપુર ,રાજસ્થાન નાઓએ મે મારો મોબાઈલ નંબર લખી આપેલ હોવાનું જણાવેલ અને હું મારી નાની ને પુછી ને જણાવું તેમ કહી ફરી ફોન આવેલ કે મારી નાની તા.૧૫/૦૬/૨૬ના રોજ ઇડર દવાખાને ગયેલ હતા અને વિજયનગર ના બી.એસ.એન.એલ.ત્રણ રસ્તા ખાતે ઉતેરલ હતા તે દરમ્યાન પડી કયાંક ગયેલ હોવાનું જણાવતાં જેથી સદર પસૅ ના માલીક સીનીયર સીટીજન ગંગાબેન બદાજી મલાવત ઉ.વ. ૮૦ રહે. રાણી તા.નયાગાવ જી. ઉદેપુર, રાજસ્થાનનાઓ ને વિજયનગર પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તેઓનું પસૅ બતાવતાં તેઓએ ઓળખેલ અને તેઓના પસૅમાં રાખેલ કુલ રૂ.૨૧૦૦/- સહીત પાછું આપી “પોલીસ પ્રજાનો મિત્ર” સુત્રને સાથૅક કરતી વિજયનગર પોલીસ
Post Views: 7



