વય નિવૃત્તિ થતા ગમાર સાયબાભાઈ નું વિદાય સમારોહ યોજાયો

ખેડબ્રહ્મા શહેરમાં આવેલી એક ખાનગી હોટલના હોલમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ગમાર સાહેબાભાઈ હોનાભાઇ નો વય નિવૃત્ત થતા વિદાય સમારોહ આરોગ્ય વિભાગના અધ્યક્ષ બનેસીંહ ગઢવીના અધ્યક્ષતા ને યોજાયો હતો જેમાં પી એસ સી દંત્રાલ દેલવાડા બેડી દેમતી અજાવાસ અને કોટડા નો સ્ટાફ જેમાં પી એચ સી કોટડા નો સ્ટાફ
c h o .f h W . mphw. P h s s f a સહિતના કર્મચારી ગણ ઉપસ્થિત રહી અને સાયબા ભાઈને શાલ ઓઢાડી સાફો બંધાવી હાથમાં નારીયલ સાકર આપી અને સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમ દરમ્યાન આરોગ્ય અધિકારી કે. એમ. ડાભીની ખાસ ઉપસ્થિત રહી હતી આર.બી.એસ.કે ટીમ ના પોશીના ના ડોક્ટર હરિભાઈ પટેલ ડોક્ટર મનીષ પટેલ અન્ય આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહી સાયબાભાઈ ને વય નિવૃત્તિ થતા વિદાય આપવામાં આવી હતી
આ કાર્યક્રમ દરમિયાન સાયબા ભાઈના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા આશાબેન સાયબા ભાઈ કોમલબેન સાયબા ભાઈ સિહોર ભાઈ હિતેશભાઈ વગેરે પરિવારનો હાજર રહ્યા હતા



