best news portal development company in india

ખેડબ્રહ્મા નગરપાલિકાના કોંગ્રેસના સભ્યો સાથે જનરલ સભામાં અસભ્ય વર્તન કરી અપમાનીત કરાયા ના આક્ષેપ સાથે કલેકટરને આવેદન પત્ર અપાયુ 

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ખેડબ્રહ્મા નગરપાલિકાના કોંગ્રેસના સભ્યો સાથે જનરલ સભામાં અસભ્ય વર્તન કરી અપમાનીત કરાયા ના આક્ષેપ સાથે

કલેકટરને આવેદન પત્ર અપાયુ 

 ખેડબ્રહ્મા

 ખેડબ્રહ્મા નગર પાલિકાના મળેલ જનરલ સભામાં કોંગ્રેસનાં સદસ્યોને પ્રમખે સભામાંથી બહાર કાઢી મુખ્યાનો આક્ષેપ કરવાંમાં આવ્યો હતો જેને લઈ બુધવારના રોજ કોંગ્રેસના સદસ્યોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

 ખેડબ્રહ્મા નગર પાલિકાની જનરલ સભા ગત 30 મે ના રોજ યોજાઇ હતી જેમાં સરકાર તરફથી આવેલ ગ્રાન્ટોનું આયોજન કરવા મીટીંગ બોલાવી હતી મીટીંગમાં અંદાજે ૭ કરોડની ગ્રાન્ટના કામો બાબતની ચર્ચા કરી પ્રોસીડીંગ બનાવી આવેલ ગ્રાન્ટનું આયોજન જનરલ મીટીંગમાં તમામ સભ્યોની હાજરીમાં કરવાનું હોય છે. પરંતુ ૩૦ મે ની મિટિંગમાં કામો બાબતે કે આવેલ ગ્રાન્ટના આયોજન બાબતે કોઈ જ ચર્ચા વિચારણા કરેલ ન હતી. અને પ્રમુખે મૌખિક રીતે કોંગ્રેસના પક્ષના સભ્યોને જણાવેલ કે તમોને એક એક અલગ અલગ બોલાવી તમારા વિસ્તારના કામો મંજુર કરીશું. અને યાદી લેવાંમાં આવી હતી પરંતુ કામો મંજુર ન કરી અમો વિરોધ પક્ષના વિસ્તાર સાથે અન્યાય કરેલ હતો

 ત્યાર બાદ 25 જુલાઇના રો મળેલ જનરલ મિટિંગ માં સુધી કોઈ પ્રોસિડિંગ આપવામાં આવેલ ના હતા જે બાબતનો વિરોધ પક્ષના સભ્યોએ પ્રમુખને પ્રોસીડીંગ અમોને કેમ આપવામાં આવ્યું નથી તેવો પ્રશ્ન કરતાં પ્રમુખ ઉશ્કેરાઈ ગયેલા અને વિરોધ પક્ષના સભ્યોને સભાખંડમાંથી બહાર નીકળી જવા જણાવેલ અને એવું જણાવેલ કે તમો નીકળી જાઓ મારી પાસે ૧૭ સભ્યો સત્તા પક્ષના છે. જેથી બહુમતીથી અમો આવેલ ગ્રાન્ટનો વહીવટ કરી દઈશું તમારી કોઈ જરૂરીયાત નથી. સભ્યોને અપમાનીત કરી સભાખંડમાંથી બહાર કાઢી મુકેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई