best news portal development company in india

ઇકો ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલ પકડાઈ

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

વીજયનગર પોલીસે ભારતીય બનાવટ ના વિદેશી દારૂ અને કાર સાથે  એક ઇસમ ને ઝડપ્યો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ઇકો ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ- ૭૧૯ કિ.રૂ.૧,૯૩,૭૧૯/- નો મુદ્દામાલ રાખી હેરફેરી કરતા એક ઇસમને ઇકો ગાડી, મોબાઇલ સહિત કુલ કિં.રૂ. ૪,૯૮,૭૧૯ /- ના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રોહિનો કેસ શોધી કાઢતી વિજયનગર પોલીસ

 પોલીસ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખાનગી રાહે હકિકત મળેલ કે, એક ઇકો ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરીને આવે છે તેવી હકિકત આધારે રાણી ત્રણ રસ્તા ખાતે વોચ તપાસમાં હતા દરમ્યાન એક ઇકો ગાડી રજી. નં. GJ-02-DJ-1218 ની આવતા તેને રોકી અંદર ચેક કરતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-૭૧૯ જેની કુલ કિ.રૂ. ૧,૯૩,૭૧૯/- નો પ્રોહી મુદ્દામાલ તથા મોબાઇલ નંગ-૧ ની કિં.રૂ.૫,૦૦૦/- તથા પ્રોહી હેરાફેરીમાં વપરાયેલ ઇકો ગાડી રજી. નં. GJ-02-DJ-1218 ની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ. ૪,૯૮,૭૧૯ /- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ 

આરોપી

કીરણભાઇ સોમેશ્વરભાઇ ડામોર ઉ.વ.૨૨ રહે. લકોડા તા. ખેરવાડા જી. ઉદેપુર રાજસ્થાન

(૧) એ.વી.જોષી પોલીસ સબ ઇન્સ્પેક્ટર

 

(૨) અ.પો.કો નકુલકુમાર લલીતભાઇ

 

(૩) અ.પો.કો આશિષભાઇ રમણભાઇ

 

(૪) અ.પો.કો જયદીપકુમાર હસમુખભાઇ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई