ખેડબ્રહ્મા તાલુકાના
લક્ષ્મીપુર ગામે મહિલા દાઝી જતા ખાનગી હોસ્પિટલ ખસેડાઇ
ખેડબ્રહ્માના લક્ષ્મીપુરામાં વહેલી સવારે ગેસ ચાલુ કરવા જતા મહિલા દાઝી હતી જેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવા આવી હતી
ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં રહેતા શાંતાબેન નટવરભાઈ પટેલ વહેલી સવારે રસોડામાં જઇ લાઇટની સ્વિચ ચાલુ કરતા રસોડામાં આગ લાગી ગઈ હતી જેને કારણે તેઓ દાઝી જતા સારવાર માટે હિંમતનગર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા ઇન્ડિયન ઓઈલ કંપનીના કર્મચારીઓ તપાસ હાથ ધરી હતી
આ અંગે ખેડબ્રહ્મા ગેસ એજન્સીના અનિલભાઈ તરાળ અને સુરેન્દ્રસિંહના જણાવ્યા અનુસાર તપાસમાં ગેસ બોટલના રેગ્યુલેટરમાં ખામી હોઈ આખી રાત્રી દરમ્યાન ગેસ રસોડામાં એકત્ર થયો હતો અને સવારે શાંતાબેન રસોડામા લાઈટ ચાલુ કરવા જતા સ્પાર્કિંગ થતા આગ લાગી હતી જેમાં મહિલાના શરીરના કપડા ચોંટી જતા બળી ગઈ હતી જેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને રસોડામાં થોડું નુકશાન થવા પામ્યું છે. રસોડું બંધ હોવાના કારણે ગેસ અંદર રહેતા નુકશન થયું છે
આ અંગે ખાનગી હોસ્પિટલ એ પોલીસ ને જાણ કરાઈ હતી








Total Users : 782219
Total views : 33761471