best news portal development company in india

ખેડબ્રહ્મા બ્રોડગેજ લાઈન પર સી આર એસ  ટીમ ધ્વારા નિરીક્ષણ કરાયુ

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

 

ખેડબ્રહ્મા બ્રોડગેજ લાઈન પર સી આર એસ  ટીમ ધ્વારા નિરીક્ષણ કરાયુ
| ખેડબ્રહ્મા
સ્થાનિક લોકો ધ્વારા ખેડબ્રહ્માથી મુંબઈ, પુના માટેની નવી ટ્રેન શરૂ કરવા રજૂઆત કરી.

હિંમતનગર થી ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલ્વે પર ગેજ કન્વર્ઝનનું 55 કિમીનું પૂર્ણ થયું છે ત્યારે 14 ઓગસ્ટના રોજ સીઆરએસ પશ્ચિમ રેલવે સર્કલની ટીમ ઈડર, વડાલીથી ખેડબ્રહ્મા સ્ટેશને આવતા ખૂબ જ મોટી સંખ્યામાં તાલુકાના લોકો ધ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ ટીમમાં કમિશનર ઓફ રેલ્વે નવી દિલ્હીથી ઇ શ્રીનિવાસ અને મંડલ પ્રબંધક વેદ પ્રકાશ અને સીએઓ બોમ્બેથી પ્રદીપ ગુપ્તા અને સિનિયર ડિવિઝનલ મેનેજર શ્રીમતી જીનિયા સાથે અધિકારીઓની મોટી ટીમમાં સ્ટેશને આવતા ઉપસ્થિત મેદનીએ સ્વાગત કર્યું હતું. આધુનિક લાઈનથી મુસાફરોનો પ્રવાસમાં સમય બચશે સાથે ઝડપથી કૃષિ માલવહન પરિવહન ઝડપી થશે આ પ્રસંગે ખેડબ્રહ્માથી મુંબઈ-પુના માટે નવીન ટ્રેન શરૂ કરવા માટે વિવિધ સમાજો અને સંગઠન દ્વારા માગણી કરાઈ હતી
આ પ્રસંગે drucc મેમ્બર મોહનભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ પ્રિયંકાબેન ખરાડી, વેપારી એસોસિયેશન પ્રમુખ વિજયભાઈ ચાવલા સહિત ભાઈ અને બહેનો ઉપસ્થિત રહેલા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई