best news portal development company in india

વડાલી શહેર મા હાઇવે પર ના અડીખમ ખાડા રાજથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

વડાલી શહેર મા હાઇવે પર ના અડીખમ ખાડા રાજથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા

એક તરફ અંબાજી તરફ જતા પગપાળા પદયાત્રીઓ નો ધસારો 

વડાલી હાઇવે રોડ ઉપર ઠેર ઠેર મસમોટા ખાડા, વરસાદી પાણીનો ભરાવો, અકસ્માતનો વાહન ચાલકોને ભય તાલુકા ના વેપારી મથક વડાલી નગરમાં ભારવાહક વાહનોની અવર જવર અને વરસાદી માહોલદરમ્યાન રોડના થયેલા ધોવાણના કારણે આખાય હાઇવે રોડ ઉપર મસમોટા ખાડા અને કપચી, મેટલ ઉપસી આવ્યા છે. ઉપરાંત આ પડેલા અડીખમ ખાડામાં ભરાઈ રહેતા વરસાદી પાણીને કારણે નાના મોટા વાહન ચાલકો પટકાવાના બનાવો બનતા વાહનચાલકોને અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે.ખખડધજ રોડના કારણે વાહન ચાલકોને ઈંધણ અને મેન્ટેનસને પણ અસર પહોચી રહી છે. તેમ છતાં કુભકર્ણની નિદ્રામાં પોઢતુ વડાલી સરકારી તંત્ર અને સ્થાનિક નેતાઓએ આ સમસ્યા મુદ્દે મૌન સેવી લેતા શહેર સહિત તાલુકા પંથકની જનતા જાયે તો કહા જાયે તેવી સ્થિતીમાં મુકાઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई