best news portal development company in india

ભાદરવી પુનમને લઈ પ્રાંત અધિકારી ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ 

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

 

ભાદરવી પુનમને લઈ પ્રાંત અધિકારી ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ 

 

 ખેડબ્રહ્મા 

 

 આગામી ભાદરવી પુનમના મેળા માટે તેમજ અંબાજી જતા પદયાત્રીઓને કોઈપણ જાતની તકલીફ ના પડે અને સુચારુ આયોજન થાય તે માટે ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી નિમેષ પટેલની અધ્યક્ષતામાં તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં પદયાત્રીઓને ચાલવા માટે ટ્રાફિક સંકલન કરવુ, લાઈટની વ્યવસ્થા, વિસામા કેન્દ્રો તથા રસ્તામાં પડેલ ઘનકચરાનો નિકાલ કરવો, નદીની સાફ સફાઈ, મેડીકલ કેમ્પ તેમજ જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો સુચારુ અમલ થાય તેની સમીક્ષા કરી અમલ કરવા માટે વિસ્તૃતમાં માગઁદશઁન અપાયુ હતુ. આ બેઠકમાં વિભાગીય નાયબ પોલીસ વડા સ્મિત ગોહિલ, ખેડબ્રહ્મા મામલતદાર મિતાન્શુ બુબડીયા, તાલુકા વિકાસ અધિકારી મુકેશ પટેલ, મંદિર ટ્રસ્ટના મેનેજર દિલીપસિંહ કુંપાવત, પી.ડબલ્યુ.ડી.ના ડેપ્યુટી એન્જીનીયર અમીત પ્રજાપતી, નગર પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, ચીફ ઓફિસર સહિત અન્ય વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई