ખેડબ્રહ્મામાં બસે રીક્ષા ને ટક્કર મારતા એક ઘાયલ

| ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા અંબાજી હાઇવે પર આગળ જતી લોડિંગ રિક્ષાને બસે ટક્કર મારતા રિક્ષા નાળા માં જઇ પડી હતી
ખેડબ્રહ્માના ચાંપલપુર વિસ્તારમાં રહેતા ભરથરી અનિલભાઈ ભીખાભાઇ લોખંડ ભંગારનું કામ કરે છે જે બુધવારના રોજ લોડિંગ રીક્ષા નંબર GJ 05 CT 1578 ની લઇ નવી મેત્રાલ પાસે ભંગારના ગોડાઉન પર જતાં હતાં ત્યારે અંબાજી ડેપોની બસ નમ્બર GJ 18 ZT 0698 અંબાજી તરફ જતી હતી જેને રીક્ષા ને પાછળ થી ટક્કર મારતા રિક્ષા ચાલકે કાબુ ગુમાવી દેતા રીક્ષા રોગ સાઈડમાં જઇ નાળિયામાં પલટી મારી જતા રીક્ષા ચાલકને ઇજાઓ પહોંચતા ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો અને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે આગળ રિફર કરવમાં આવ્યો હતો
Author: Najar News
Post Views: 97








Total Users : 782216
Total views : 33761466