એક્ટીવા પર ભારતીય બનાવટ નો વિદેશી દારુ સાથે કુલ મુદ્દામાલ ૫૩૬૫૦ સાથે એક આરોપી પકડાયો
એક્ટીવા પર ભારતીય બનાવટ નો વિદેશી દારુ સાથે કુલ મુદ્દામાલ ૫૩૬૫૦ પકડાયો જે ગાડી નો આર.ટી.ઓ.રજી. નં. જીજે.૦૯.ડીઆર. ૧૫૯૫ ની ડેકી માં રોયલ ચેલેન્જ પ્રીમીયમ વ્હીસ્કી (ફોર સેલ ઇન રાજસ્થાન) ૩૭૫ એમ.એલ. ની બોટલ નંગ ૧૦ કિ.રૂ.૩૬૫૦ તથા એક્ટીવા કિ.રૂ.૫૦,૦૦૦ એમ કુલ કિ.રૂ.૫૩,૬૫૦ ના મુદ્દામાલ સાથે પ્રોહી પ્રતિબંધ એરીયામાં વગર પાસ પરમીટે રાખી મળી આવી પકડાઈ જતા ગુન્હો નોંધાયો
પોલીસસ્ટાફ ની ફરીયાદ ના આધારે આજ રોજ પોલીસ સ્ટાફ તથા એ.એસ.આઈ અનિરુધ્ધ સિંહ શુભેન્દ્રસિંહ બ.નં.૦૯૦૨ તથા પો.કો પ્રદીપસિંહ મહેન્દ્રસિંહ બ.નં.૭૯૫ તથા આ.પો. કો. કલ્પેશકુમાર ગોવિંદભાઇ બ.નં.૧૦૪ એ ખાનગી વાહનમાં ખેડબ્રહ્મા પો. સ્ટે. વિસ્તારમાં શ્યામનગર ખાતે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી કે, એક ઇસમ ગાડુ તરફથી એક્ટીવામાં વિદેશી દારુની બોટલો લઈને રેલ્વે ફાટક તરફ આવી રહેલ છે જે બાતમી આધારે તેઓએ સાથેના સ્ટાફના માણસોએ રેલ્વે ફાટક પાસે પહોંચી રોડ પર આવતા ઉપરોક્ત બાતમી હકીકત વર્ણન વાળો ઇસમ એક્ટીવા લઇ આવતા કોર્ડન કરી પકડી પાડી એક્ટીવાની ડેકી ખોલી જોતા વિદેશી દારું ની બોટલો મળી આવી હતી આરોપી નુ નામ પ્રકાશભાઇ ઉર્ફે પરેશ નાનજીભાઈ ઉ.વ.૩૫ રહે. ગાડું તા.ખેડબ્રહ્મા જી.સા.કાં વાળો હોવાનુ જણાવેલ આર.ટી.ઓ.રજી.નં.જીજે-૦૯-ડી. આર.-૧૫૯૫ હોન્ડા કંપનીની એક્ટીવા ની ડેકી ખોલી જોતા એક્ટીવા ની ડેકી માં રોયલ ચેલેન્જ પ્રીમીયમ ડીલક્ષ વ્હીસ્કી (ફોર સેલ ઇન રાજસ્થાન) ૩૭૫ એમ.એલ. બેચ નં.૮૫/L4 તા.૧૬/૦૭/૨૦૨૫ ની બોટલ નંગ-૧૦ હોય જે એક બોટલ નંગની કિ.રૂ.૩૬૫/-લેખે કુલ નંગ-૧૦, બોટલની કિં.રૂ.૩૬૫૦/-ની હોય
જેથી સદરી ઇસમે પોતાના કબ્જાની હોન્ડા કંપનીની કાળા કલરની એક્ટીવા જેનો આર.ટી.ઓ.રજી.નં.જીજે-૦૯-ડી.આર .-૧૫૯૫ ની ડેકી માં રોયલ ચેલેન્જ પ્રીમીયમ વ્હીસ્કી (ફોર સેલ ઇન રાજસ્થાન) ૩૭૫ એમ.એલ. ની બોટલ નંગ-૧૦ કિ.રૂ.૩૬૫૦ તથા એકટીવા કિ.રૂ.૫૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ. ૫૩,૬૫૦/- ના મુદ્દામાલ સાથે શ્યામનગર રેલ્વે ફાટકા પાસે મળી આવી પકડાઈ ગઈ જેથી સદરી ઇસમ વિરુધ્ધમાં કાયદેસર ની કાર્યવાહી હાથ ધરાઇ હતી








Total Users : 782218
Total views : 33761469