દિવાળી પહેલા સરકારી લાંચીયા કર્મચારીઓ વિરુદ્ધ ગાળીયો કસાયો
છે આજરોજ વધુ એક પોલીસ કોન્સ્ટેબલ ૩૦૦૦ ની લાંચ લેતા ઝડપાયોએસીબી ટોલફ્રી ૧૦૬૪ સફળ કરી ટ્રેપ
એક જાગૃત નાગરીક ની ફરીયાદ ના આધારે
આ કેસ ના આરોપી
સહદેવસિંહ જેઠીભા પલાણીયા, પોલીસ કોન્સ્ટેબલ, ઉ.વ.૩૫ નોકરી- સર્વેલન્સ સ્કોડ, બાપુનગર પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર. વર્ગ-૩.
રહે, એ-૫૦, ક્રિષ્ના પાર્ક સોસાયટી, વિરાટ નગર પાસે, અમદાવાદ.
અ ટ્રેપની તારીખ ૨૦/૦૯/૨૦૨૫
લાંચની માંગણીની રકમ રૂ.૩૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ રૂ.૩૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ રૂ.૩૦૦૦/-
આ ટ્રેપનુ સ્થળ
સંસ્કાર આઈસ્ક્રીમ દુકાન આગળ રોડ ઉપર જાહેરમાં, બાપુનગર ચાર રસ્તા, અમદાવાદ.
ટુંક વિગત
આ કામે હકીકત એવી છે કે, આ કામના ફરીયાદીશ્રીની ઓટો રીક્ષા બાપુનગર ખાતેના લુંટના બનાવમાં વપરાયેલ ની શંકાના કામે આરોપી સહદેવસિંહએ ઓટોરીક્ષા પકડેલ હતી જે ઓટો રીક્ષા છોડાડવા આ કામના ફરીયાદીશ્રી બાપુનગર પોસ્ટે ગયેલ અને આરોપીને મળતા તેઓએ ફરીયાદી પાસે રીક્ષા છોડવા રૂ.૩૦૦૦/- ની લાંચની માંગણી કરેલ પરંતુ ફરીયાદીશ્રી લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીશ્રીએ એ.સી.બી નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવેલ જે લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂ.૩૦૦૦/- ની માગણી કરી, સ્વીકારી લાંચના છટકા દરમ્યાન પકડાઇ જઈ ગુનો કર્યા વિગેરે બાબત.
ટ્રેપિંગ અધિકારી
શ્રી આર.આઇ.પરમાર, પો.ઇન્સ.
અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે.
તથા એ.સી.બી. સ્ટાફ
આ કેસ ના સુપર વિઝન અધિકારી
શ્રી કે.બી. ચુડાસમા,
મદદનિશ નિયામક,
એ.સી.બી. અમદાવાદ એકમ,
અમદાવાદ.








Total Users : 782218
Total views : 33761469