ખેડબ્રહ્મા નગરપાલિકા મા રેગ્યુલર ચીફ ઓફિસર મુકવા માંગ નગરપાલિકા મા રેગ્યુલર ચીફ ઓફિસર મુકવા માંગ કરાઇ છે
ગુજરાત મા રાજ્ય સરકાર ભાજપ ની જીલ્લા પંચાયત ભાજપ ની ખેડબ્રહ્મા નગરપાલિકા ભાજપ ની તેમ છતા નગરપાલિકા ચીફ ઓફિસર રેગ્યુલર નહી….. શહેર નો વિકાસ રુધાઇ રહ્યો છે
મૌસાળ મા જમણ વાર હોય અને પીરસવા વાળી નાની હોય અને તેમ છતા ભુખ્યા રહેવુ પડે તેવો ઘાટ સર્જાયો છે ખેડબ્રહ્મા નગરપાલિકા નો
ખેડબ્રહ્મા નગરપાલિકા ના વિકાસ ના કામો રુધાઇ રહ્યા છે તો કેટલાક અરજદારો દાખલા લેવા આવે છે ત્યારે તે સાહેબ કાલે આવશે તેવો જવાબ સાંભળવા મળી રહ્યો છે છેલ્લા ઘણા લાંબા સમય થી શહેર ની સમસ્યા ઓ રોડ પર ના દબાણો હોય ગટર ના ગંદા પાણી નો નીકાલ હોય ગંદકી ની સમસ્યા હોય શહેર મા ચાલતા વિકાસ ના કામો ની વિઝિટ તેમજ અન્ય કામો રામ ભરોસે ચાલી રહ્યા છે તેથી ખેડબ્રહ્મા નગરપાલિકા મા રેગ્યુલર ચીફ ઓફિસર મુકવા પ્રજા માંગ કરી રહી છે ર



