best news portal development company in india

ખેરોજ પોલીસે અજાણ્યા ઇકો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

 

ખેરોજ નજીક નવામોટા ખજુરી સ્ટેશન પાસે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક અજાણ્યા ઇકો કાર ચાલકે બાઇકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ખેરોજ પોલીસે અજાણ્યા ઇકો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ટી.વી.એસ. કંપનીનું રાયડર મોટરસાયકલ (રજી. નં. GJ 09 DN 9511) લઈને એક વ્યક્તિ પીપલસરી ગામથી પોતાના ઘરે નવામોટા આવી રહ્યો હતો. તે દરમિયાન નવામોટા ખજુરી સ્ટેશન નજીક રોડ પર સામેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવતી એક અજાણી ઇકો ગાડીએ બાઇકને ટક્કર મારી હતી.
અકસ્માત બાદ ઇકો ચાલક ગાડી લઈને નાસી છૂટ્યો હતો. બાઇક ચાલકને શરીરે ઓછી ઇજાઓ થઈ હતી, જેને સારવાર માટે ખેડબ્રહ્માની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના 14 ડિસેમ્બર, 2025ના રોજ બની હતી. ફરિયાદીને 20 ડિસેમ્બર, 2025ના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ત્યારબાદ તેઓ ઘરે આરામ પર હતા.
આજરોજ, બાઇક ચાલકે ખેરોજ પોલીસ મથકે અજાણ્યા ઇકો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને અકસ્માત સર્જી ફરાર થયેલા ઇકો ચાલકને ઝડપી પાડવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई