best news portal development company in india

મનિષકુમાર નવિનચન્દ્ર રાવલ ઉ.વ.૫૩, હોદ્દો – આસી. ઈલેકટ્રીકલ ઈન્સપેક્ટર, વર્ગ-૨, લાંચ લેતા ઝડપાઇ ગયા

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

એ.સી.બી એ કરી.સફળ ટ્રેપ

 

એક જાગૃત નાગરીક ફરીયાદી: એક જાગૃત નાગરીક

આરોપી: મનિષકુમાર નવિનચન્દ્ર રાવલ ઉ.વ.૫૩, હોદ્દો – આસી. ઈલેકટ્રીકલ ઈન્સપેક્ટર, વર્ગ-૨, ઉધોગ ભવન, છઠ્ઠોમાળ, ગાંધીનગર

 

ટ્રેપની તારીખ :

૧૮/૦૫/૨૦૨૬

 

લાંચની માંગણીની રકમ:

રૂ. ૫,૦૦,૦૦૦/-

 

લાંચની સ્વીકારેલ રકમ :

રૂ. ૫૦,૦૦૦/-

 

લાંચની રીકવર કરેલ રકમ :

રૂ. ૫૦,૦૦૦/-

 

આ ટ્રેપનુ સ્થળ:

ઘ-૨ સર્કલ, પટેલ આઈસ્ક્રીમ પાસે, ૧૦૨ એ.એમ.ટી.એસ.બસસ્ટેન્ડ આગળ, જાહેર રોડ ઉપર, ગાંધીનગર

 

આ કેસ ની ટુંક મા વિગત:

આ કામે હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી બાંધકામોનાં પ્રોજેક્ટોમાં પેશીવ ફાયર સીસ્ટમનું કામ કરતા હોય જે પેશીવ ફાયર સીસ્ટમનાં પ્રમાણપત્ર જે પ્રોજેક્ટ માલિક મારફતે આક્ષેપીત આસી. ઈલેક્ટ્રીકલ ઈન્સપેક્ટર, ગાંધીનગર સમક્ષ રજુ થતા હોય જે પ્રમાણપત્ર માન્ય રાખવા અને ઈશ્યુ કરેલ એન.ઓ.સી. અંગે આ કામના આક્ષેપીત નાઓએ ફરીયાદી પાસે રૂ.૫,૦૦,૦૦૦/-ની લાંચની માંગણી કરેલ તે વખતે ફરીયાદીએ આ કામના આક્ષેપીતને તેમની માંગણી મુજબના નાંણા ટુકડે ટુકડે આપવા જણાવેલ અને આજરોજ રૂ.૫૦,૦૦૦/- આપવાનો વાયદો કરેલ પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા આજરોજ લાંચનુ છટકુ ગોઠવતા લાંચના છટકા દરમ્યાન આક્ષેપીતે ફરીયાદી સાથે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ.૫૦,૦૦૦/- લાંચની રકમ સ્થળ ઉપર સ્વીકારી પકડાઇ ગયેલ છે.

 

ટ્રેપિંગ અધિકારી:

શ્રી ડી.બી.વાળા પો.ઇન્સ.

અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે.

તથા એ.સી.બી. ટીમ

 

સુપરવિઝન અધિકારી :

શ્રી એમ.એચ.પુવાર,

મદદનિશ નિયામક,

એ.સી.બી. અમદાવાદ એકમ,

અમદાવાદ.

 

ઈન્ચાર્જ અધિકારી :

શ્રી હરેશ મેવાડા

નાયબ નિયામક,

એ.સી.બી. ગુ.રા. અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई