best news portal development company in india

ખેડબ્રહ્માના દેવી નગરમાં મહિલાએ કૂવામાં ઝંપલાવ્યુંપરિવારજનોએ બચાવી, 108 દ્વારા હોસ્પિટલ ખસેડાઈ

SHARE:

[responsivevoice_button voice="Hindi Female"]

ખેડબ્રહ્માના દેવી નગરમાં મહિલાએ કૂવામાં ઝંપલાવ્યુંપરિવારજનોએ બચાવી, 108 દ્વારા હોસ્પિટલ ખસેડાઈ

ખેડબ્રહ્મા તાલુકાના દેવી નગર ગામે એક મહિલાએ અગમ્ય કારણોસર કૂવામાં ઝંપલાવ્યું હતું. જોકે, પરિવારજનો અને સ્થાનિકોની સમયસર કાર્યવાહીને કારણે મહિલાને બચાવી લેવામાં આવી હતી. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, દેવી નગર ગામના વૈશાલી બહેન મુકેશભાઈ ઠાકોર (ઉંમર ૩૦ વર્ષ) એ પોતાના જ કૂવામાં ઝંપલાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને ગ્રામજનોએ ત્વરિત કાર્યવાહી કરી મહિલાને કૂવામાંથી સુરક્ષિત બહાર કાઢી હતી.
મહિલાને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી. ફરજ પરના ડોકટરોએ પ્રાથમિક સારવાર આપી હતી અને વધુ સારવાર માટે તેને રિફર કરી હતી. ડોકટરો દ્વારા આ ઘટના અંગે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરવામાં આવી હતી.
સ્થાનિકો દ્વારા ખેડબ્રહ્મા નગરપાલિકાના ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. જોકે, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ ગ્રામજનોએ મહિલાને કૂવામાંથી બહાર કાઢી લીધી હતી, જેના કારણે તેનો જીવ બચી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई