મટોડામાં પૈસા ચુકવ્યા બાદ પણ વ્યાજ પેટે રકમ ચૂકવવા દબાણ કરતાં ફરિયાદ નોધાઈ
કુટુંબી ભાઈ એ જ રકમ ચૂકવાઇ ગયા પછી પણ વ્યાજ ની રકમ માગી જાનથી મારી નાખવાની ધમકી આપી ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામના વિજયભાઈ ફલજીભાઈ પટેલે તેમના કુટુંબી ભાઈ તળશીભાઈ હીરાભાઈ ૫ટેલનાઓ વ્યાજનો ધંધો કરતા હોય વિજયભાઈને રૂપિયાની જરૂર પડતી ત્યારે તેમની પાસે 5 % વ્યાજે રૂપિયા લાવતા હતા અને રૂપિયા નિયમિત ચુકવ્યા બાદ પણ તળશીભાઈને 12.50 લાખના 20.47 લાખ ચુકવ્યા હતા ત્યાર બાદ જાનથી મારી નાખવાની ધમકી આપતા વિજયભાઈએ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.
મટોડા ગામના વિજયભાઈ પટેલ વર્ષ 2012 માં બિયારણનો ધંધો કરતાં હતા તે સમયે કંપની લેટ પેમેન્ટ આપતા ખેડુતોને બિયારણના રૂપિયા ટાઈમસર ચુકવવા માટે વિજયભાઈને રૂપિયાની જરૂર પડતા પહેલી વાર વર્ષ 2012માં તેમના કુટુંબીભાઈ તળસીભાઈ પટેલનાઓ પાસેથી 3 % વ્યાજે રૂ. 1,00,000/- 6 મહિનાની મુદતના રોકડા લાવેલ હતા અને તેઓને એક કોરો ચેક સહી કરીને આપેલ હતો. અને વિજયભાઈએ રૂ. 118000 તળસીભાઈને ચૂકવી આપ્યા હતા તે પછી વર્ષ 2014 માં પણ બિયારણના ખેડુતોને રૂપિયા ચુકવાની જરૂર પડતા તળસીભાઈ પટેલ પાસેથી રૂ. 600000/- 3% વ્યાજે રોકડા લાવેલ હતા અને આ રૂપિયા પણ 6 મહિનામાં મુડી તથા વ્યાજ સાથે રૂ. 7,08,000 આપી દીધેલ હતા ત્યાર બાદ કોરોના કાળ ચાલુ થતાં તે વખતે પણ બિયારણના ખેડુતોને રૂપિયા ચુકવાની જરૂર પડતા તળસીભાઈ પટેલ પાસેથી રૂ. 3,00,000/- 5% વ્યાજે લાવેલ હતા આ મૂડી ચૂકવી દીધેલ અને વ્યાજના પણ ટુકડે ટુકડે રૂ. 95000 ભરેલ હતા અને રૂ.85000 બાકી રહ્યા હતા. અને કોરોના સમયમાં બિયારણનો ધંધો બંધ થઈ ગયેલ હતો. અને વ્યાજના 85000 તળસીભાઈને ભરી શકેલ ન હતા ગઇ તા .4/7/2020 ના રોજ વિજયભાઇનો દીકરો દેવાંશ રમતા રમતા પડી જતાં ઇજાઓ થતાં સારવાર કરાવવા માટે રૂપિયાની જરૂર પડતા તળશીભાઈ પટેલના પાસે રૂ.150000 ની માગણી કરી હતી જેથી તળશીભાઈએ જણાવેલ કે જુના હિસાબના 5% વ્યાજ લેખે તમારી પાસે રૂ.85000 બાકી છે તે ઉમેરી હું તમને રૂ 250000 ની એન્ટ્રી કરી કરી અગાઉના વ્યાજના બાકી રૂ.85000 તથા રૂ.250000 નુ વ્યાજ રૂ.15000 એડવાન્સ કાપી લઈ રૂ.250000 ની નવી એન્ટ્રી કરી આપી હતી તેના અવેજમાં એક ચેક તથા એક સ્ટેમ્પ આપેલ હતા આ ઉપરાંત ઈક્રો સ્પોટ ગાડી નંબર GJ 09 BD 7837 ની ગીરવે રાખી જુના હિસાબના વ્યાજના રૂપિયા કાપી લઈ રોકડા રૂ.150000 આપેલ હતા. અને દર મહિને તળશીભાઇને વ્યાજના રૂ.12500 આપતા હતા ત્યાર બાદ વિજયભાઈએ મુડીના રૂ. 250000 તા. 2/6/2023 ના રોજ તેમને ચેક નંબર 030085 થી સાબરકાંઠા બેન્ક મટોડા તળશીભાઈના ખાતામાં ટ્રાન્સફર કરેલા હતા. અને હિસાબ પુરો થતાં ફોર્ડ કંપનીની ઈકો સ્પોટ ગાડી પરત આપી દીધેલ હતી.
ત્યાર બાદ વિજયભાઈએ જે તે વખતે આપેલ ત્રણ ચેક તથા સ્ટેમ્પ માંગતા તળશીભાઈએ જણાવેલ કે, હજી મારે તમારો હિસાબ લેવાનો બાકી છે. જેના વ્યાજ સાથે રૂ.3275000 લેવાના બાકી છે. તેવી વાત કરતા કરતા વિજયભાઈએ લીધેલ રકમના તથા 5 % લેખે મુડી તથા બાજ સહિત કુલ રૂ. 725000 પરત આપી દીધેલ છે. અને ઇક્રો સ્પોટ ગાડી આપેલ તે વખતે આપણો હિસાબ પુરો થઇ ગયેલ છે. તેવી વાત કરેલ હતી. તો આ વધારા રૂ.375000 ક્યાથી મારી પાસે માંગો છો તેમ કહેતા તળશીભાઈએ જણાવેલ કે જુના તથા નવા રૂપિયા તમે લઇ ગયેલ તેનુ વ્યાજ બાકી છે. અને આ વ્યાજના રૂપિયા હું તમારી પાસે લઈશ તેવી વાત કરેલ અને તળશીભાઈ ગમે ત્યારે ગમે તે જગ્યાએ વિજયભાઈને તથા તેમના પરીવારના કોઈ પણ સભ્યને મળે ત્યારે મારા રૂપિયા કેમ આપતા નથી તમો મારા રૂપિયા આપી દેજો હું મારા વ્યાજના રૂપિયા છોડવાનો નથી અને તમારા જે ચેક મારી પાસે છે જે ત્રણ ચેકોમાં રૂપિયા પાંચ પાંચ લાખ ભરી કોર્ટમાં તમારા વિરૂધ્ધ કેસ ઠોકી બેસાડી તેવી પણ ધમકીઓ આપતા હતા. આનો વિરોધ કરતા ગઇ તા. 15/3/2026 ના રોજ તળશીભાઈ હિરાભાઈ પટેલનાઓ રૂ. 375000 લેવા આવ્યો છું અને ગંદી ખરાબ ગાળો આપી અને વ્યાજના રૂપિયા નહી આપો તો હું તને જાનથી મારી નાંખી તેવી ધમકી આપેલ જેથી વિજયભાઈએ છુટક છુટક વ્યાજે લીધેલ કુલ રૂ.1250000 નુ વ્યાજ ત્રણ ટકા તથા પાંચ ટકાના દરે રૂ.796000 વ્યાજ તથા મુંડી મળી કુલ રૂ. 2046000 પરત આપેલ હોવા છતાં આ તળશીભાઈ હિરાભાઈ પટેલ નાઓ મુડીના તથા વ્યાજના મળી વધારા રૂ 375000 અવાર નવાર બળજબરી પુર્વક ખોટી રીતે કઢાવી લેવા માંગણી કરતા હોય હોય જેથી આ તળશીભાઈ હિરાભાઈ પટેલ રહે. મટોડા તા. ખેડબ્રહમા વાળાનાઓ વિરૂધ્ધ કાયદેસર ફરિયાદ નોધાવી હતી



